________________
સમયસાર–કર્તાક અધિકાર ( ૪૭ તેથી કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જુદુ જ જીવનું પરિણામ છે.
जीवे कम्मं वद्धं पुटं चेदि ववहारणयमणिदं । सुद्धणयस्स दु जीवे अवद्धपट हवदि कम्मं ॥१४१ ॥ છે કર્મ જીવમાં બદ્ધપૃષ્ટ–કથિત નય વ્યવહારનું; પણ બદ્ધપૃષ્ટ ન કર્મ જીવમાં—કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
અથ–જીવમાં કર્મ (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે તથા સ્પર્શાવેલું છે એવું વ્યવહારનયનું કથન છે અને જીવનમાં કમ અણુબધાયેલું. અણસ્પર્શાયેલું છે એવું શુદ્ધનયનું કથન છે.
कम्मं बद्धमवद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खादिकंतो पुण भण्णदि जो सो समयसारो ॥१४२॥ છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયને સાર” છે. ૧૪ર.
અર્થ:–જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે–એ પ્રકારે તો નયપક્ષ જાણ; પણ જે પક્ષાતિકાંત (અર્થાત પક્ષને ઓળંગી ગયેલો) કહેવાય છે તે સમયસાર (અર્થાત નિવિકલ્પ શુદ્ધ આત્મતત્વ) છે.
दोण्ह वि णयाण भणिदं जाणदि णवरंतु समयपडिवद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि विणयपक्षपरिहीणो ॥१४३॥ નયયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩