________________
૧૪]
૫ચ ૫રમાગમ जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज साहुस्स ।
तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहि ।। ३३॥ જિતહ સાધુ તણે વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણુમેહ નામ કથાય છે. ૩૩.
અર્થ-જેણે મિહને જીત્યો છે એવા સાધુને જ્યારે મેહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને “ક્ષીણમોહ” એવા નામથી કહે છે,
सव्वे भावे जम्हा पञ्चक्खाई परे त्ति णादणं । तम्हा पञ्चक्खाणं गाणं णियमा मुणेदव्वं ॥३४॥ સે ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
અર્થ:-જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે. બીજું કાંઈ નથી.
जह णाम को वि पुरिसो परदच्यामिण ति जाणिदुं चयदि ।
तह सवे परभावे पाऊण विमुंचदे णाणी ॥ ३५॥ આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કે નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
અર્થ –જેમ લોકમાં કઈ પુરુષ પવસ્તુને આ પરવસ્તુ છે એમ જાણે ત્યારે એવું જાણુને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પદ્રવ્યોના ભાવોને આ પરભાવ છે એમ જાણુને તેમને છેડે છે.