________________
સમયસાર–પૂર્વગ ૧૭ णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि।
देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होति ॥ ३०॥ વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું, કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
અર્થ –જેમ નગરનું વર્ણન કરતાં છતાં રાજાનું વર્ણન કરાતું (થતુ) નથી, તેમ દેહના ગુણનું સ્તવન કરતાં કેવળીના ગુણેનું સ્તવન થતું નથી.
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खल जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू ॥३१॥ જીતી ઇન્દ્રિય જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
અર્થ –જે ઈદ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેંદ્રિય કહે છે,
जो मोहंतु जिणित्ता गाणसहावाधियं मुणदि आदं । तं जिदमोहं साहुं परमपियाणया वेति ॥ ३२ ॥ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકે તે સાધુ જિતમોહી કહે. ૩ર.
અર્થ –જે મુનિ મોહને છતીને પિતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતહ કહે છે,