________________
૧૨ 1
પંચ પરમાગમ તે તીર્થકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે બધી મિથ્યા (જઠી) થાય છે; તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે.
ववहारणओ भासदि जीवो देहो य वदि खलु एक्को ।
ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एकहो ॥२७॥ જીવ-દેહ બન્ને એક છે–વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તે જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ર૭.
અર્થ–વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે; પણ નિશ્ચયનયનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી.
इणमण्णं जीवादो देह पोग्गलमयं थुणित मुणी ।
मण्णदि हु संथुदो दिढो मए केवली भयवं ॥२८॥ જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળી તણું વદન થયું, રનવના થઈ. ૨૮.
અર્થ –જીવથી ભિન્ન આ પુદગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી.
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो ।
केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं धुणदि ॥२९॥ પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા; જે કેવળગણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ર૯.
અર્થ તે સ્તવન નિશ્ચયમાં એગ્ય નથી કારણ કે શરીરના ગુણે કેવળીના નથી; જે કેવળીના ગુણની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે.