________________
૪ર૪ ]
પંચ પરમાગમ
सत्तसु णरयावासे दारुणभीमाई असहणीयाई । .
भुत्ताई सुइरकालं दुक्खाई णिरंतरं सहियं ॥९॥ ભીષણ સુતીવ્ર અસહ્ય દુખો સખ્ત નરકાવાસમાં બહુ દીર્ઘ કાળપ્રમાણુ તે વેદ્યાં, અછિન્નપણે સહ્યાં. ૯.
૧ અછિન્ન = સતત, નિરતર
खणणुत्तावणवालणवेयणविच्छेयणाणिरोहं च ।
पत्तो सि भावरहिओ तिरियगईए चिरं कालं ॥१०॥ રે! ખનન-ઉત્તાપન-પ્રજાલન-વીજન- છેદ-નિરોધના ચિરકાળ પાયે દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦.
૧ ખનન = દવાની ક્રિયા ૨ ઉત્તાપન =તપાવવાની ક્રિયા ૩ પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા ૪ વીજન = પંખાથી પવન નાખવાની ક્રિયા ૫ છેદ = કાપવાની ક્રિયા ૬ નિરોધ =બંધનમાં રાખવાની ક્રિયા
आगंतुक माणसियं सहज सारीरियं च चत्तारि ।
दुक्खाई मणुयजम्मे पत्तो सि अणंतयं कालं ॥११॥ તે સહજ, કાયિક, માનસિક, 'આગંતુ–ચાર પ્રકારનાં દુ:ખે લહ્યા નિસીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં. ૧૧.
૧ આગતુ = આગતુક. બહારથી આવી પડેલ
सुरणिलएसु सुरच्छरविओयकाले य माणसं तिव्वं । संपत्तो सि महाजा दुक्खं सुहभावणारहिओ ॥ १२ ॥