________________
અષ્ટપ્રાભૃત–પ્રાભૂત
जहजायख्वसरिसा अवलंबियभुय णिराउहा संता ।
परकियणिलयणिवासा पन्चज्जा एरिसा भणिया ॥५१॥ જમ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, નિરાયુધ, શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે,દીક્ષા કહી આવી જિને. ૫૧.
૧ લબિતભુજ = નીચે લટકતા હાથવાળી ૨ નિરાયુધ = શસ્રરહિત ૩ નિલય = રહેઠાણ
उवसमखमदमजुत्ता सरीरसंकारवज्जिया रुक्खा ।
मयरायदोसरहिया पन्चज्जा एरिसा भणिया ॥५२॥ ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત રૂક્ષ છે, મદ-રાગ-દ્વેષવિહીન છે,–દીક્ષા કહી આવી જિને. પર.
૧ દમ = ઈન્દ્રિયનિગ્રહ ૨ રૂક્ષ = તેલમર્દન રહિત
विवरीयमूढभावा पणट्टकम्मट्ठ गट्ठमिच्छत्ता । सम्मत्तगुणविमुद्धा पव्वज्जा एरिसा भणिया ॥ ५३ ।। જ્યાં મૂઢતા-મિથ્યાત્વ નહિ, જ્યાં કર્મ અષ્ટ વિનષ્ટ છે, સમ્યક્ત્વગુણથી શુદ્ધ છે,–દીક્ષા કહી આવી જિને. પ૩.
जिणमग्गे पव्वज्जा छहसंहणणेसु भणिय णिग्गंथा ।
भावंति भव्वपुरिसा कम्मक्खयकारणे भणिया ॥ ५४॥ નિગ્રંથ દીક્ષા છે કહી ષટુ સંહનનમાં જિનવરે; ભવિ પુરુષ ભાવે તેહને તે કર્મક્ષયને હેતુ છે. પ૪.