________________
અષ્ટપ્રાકૃત–ચારિત્રાભૂત કર્યું જે જાણતો જીવ-અછવના સુવિભાગને, સદૂજ્ઞાની તે રાગાદિવિરહિત થાય છે—જિનશાસને શિવમાગ જે. ૩૯.
दसणणाणचरितं तिण्णि वि जाणेह परमसद्धाए ।
जं जाणिऊण जोई अहरेण लहंति णिव्वाणं ॥४०॥ દગ, જ્ઞાન ને ચારિત્ર–ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે, જે જાણીને યોગીજને નિર્વાણુને અચિરે વરે. ૪૦.
पीऊण णाणसलिलं णिम्मलमुविसुद्धभावसंजुत्ता । होंति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा ॥४१॥ જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ, શિવધામવાસી સિદ્ધ થાય—ત્રિલોકના ચૂડામણિ. ૪૧.
णाणगुणेहि विहीणा ण लहंते ते सुइच्छियं लाई । इय गाउं गुणदोसं तं सण्णाणं वियाणेहि ॥ ४२ ॥ જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઈષ્ટને ગુણદોષ જાણી એ રીતે, સદ્ભજ્ઞાનને જાણે તમે. ૪ર.
चारित्तसमारूढो अप्पामु परं ण ईहए णाणी ।
पावइ अइरेण मुहं अणोवमं जाण णिच्छयदो ॥४३॥ જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવા ચહે, અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણે નિશ્ચયે. ૪૩. एवं संखेवेण य भणियं णाणेण वीयराएण । सम्मत्तसंजमासयदुण्हं पि उदेसियं चरणं ॥४४॥