________________
અષ્ટપ્રાભૂત–ચારિત્રપ્રાભૂત ૩૯૭ આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અને દ્વિવિધ ચરણ જિનોક્તિ છે. ૪.
૧. અમેય =અમાપ जिणणाणदिहिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं ।
विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि ॥५॥ સમ્યકત્વચરણું છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચરિત સંયમચરણ, જિનાજ્ઞાનભાષિત તેય છે. પ.
एवं चिय णाऊण य सम्बे मिच्छत्तदोस संकाइ ।
परिहर सम्मत्तमला जिणभणिया तिविहजोएण ॥६॥ ઈમ જાણીને છેડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને, –મિથ્યાત્વમય દોષ તથા સમ્યક્ત્વમળ જિન-ઉક્તને. ૬. णिस्संकिय णिकंखिय णिन्विदिगिंछा अमृढदिट्ठी य ।
उवगृहण ठिदिकरणं वच्छल्ल पहावणा य ते अटु ॥७॥ નિઃશંકતા. નિ:કાંક્ષ, નિર્વિચિકિત્સ. અવિમૂઢત્વ ને ઉપગૃહન. ચિતિ. વાત્સલ્યભાવ, પ્રભાવના–ગુણ અષ્ટ છે. ૭.
तं चेव गुणविसुद्धं जिणसम्मत्तं सुमुक्खठाणाए ।
जं चरइ णाणजुतं पहर्म सम्मत्तचरणचारित्तं ॥८॥ તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યત્વને–શિવહેતુને આચરવું જ્ઞાન સમેત, તે સમ્યકત્વચરણ ચરિત્ર છે. ૮.
૧. અષ્ટગુણસુવિશુદ્ધ =આઠ ગુણેથી નિર્મળ ૨ શિવહેતુ=મેક્ષનું કારણ