________________
અષ્ટપ્રાકૃત–શનપ્રાભૃત णाणम्मि दंसणम्मि य तवेण चरिएण सम्मसहिएण। । चउण्हं पि समाजोगे सिद्धा जीवा ण संदेहो ॥३२॥ દગ-જ્ઞાનથી, સભ્યત્વયુત ચારિત્રથી ને તપ થકી, , –એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨. ૧ દગ-જ્ઞાન = દર્શન અને જ્ઞાન
कल्लाणपरंपरया लहंति जीवा विमुद्धसम्मत्तं ।
सम्मइंसणरयणं अग्धेदि मुरासुरे लोए ॥३३॥ કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને; સુર-અસુર કેરા લોકમાં સખ્યત્વરત્ન પુજાય છે. ૩૩.
૧ કલ્યાણશ્રેણી = સુખોની પર પરા, વિભૂતિની હારમાળા
लद्धण य मणुयत्तं सहियं तह उत्तमेण गोत्तेण ।
लद्धण य सम्मतं अक्खयसोक्खं च लहदि मोक्खं च ॥ ३४ ॥ રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુષત્વને જીવ પામીને, સંપ્રાપ્ત કરી સમ્યત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪.
૧ મનુષત્વ = મનુષ્યપણુ , विहरदि जाव जिणिदो सहसष्टसुलक्खणेहिं संजुत्तो ।
चउतीसअइसयजुदो सा पडिमा थावरा भणिया ॥३५॥ ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ત્ર લક્ષણધરપણે જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિબ સ્થાવર ઉક્ત છે. ૩પ.
૧ અષ્ટ સહસ્ત્ર = એક હજાર ને આઠ ૨ બિબ = પ્રતિમા