________________
અષ્ટપ્રાકૃત–દનપ્રાભૂત
[ ૩૮૩
सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी ।
उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि ॥१५॥ સભ્યત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય શ્રેય જણાય છે. ૧૫.
सेयासेयविदण्हू उद्धददुस्सील सीलवंतो वि ।
सीलफलेणभुदयं तत्तो पुण लहइ णिव्याणं ॥१६॥ અય-શ્રેયસુજાણુ છોડી કુશીલ ધારે શીલને ને શીલફળથી હોય 'અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬.
૧. અભ્યદય =તીર્થકરતાદિની પ્રાપ્તિ.
जिणवयणमोसहमिणं विसयसुदविरेयणं अमिदभूदं ।
जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं ॥१७॥ જિનવચનરૂપ દવા વિષયસુખચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુ:ખવિનાશિની. ૧૭.
૧. વિષયસુખચિકા = વિષયસુખનું વિરેચન કરનારી
एगं जिणस्स त्वं विदियं उक्किटुसावयाणं तु ।
अवरहियाण तइयं चउत्थ पुण लिंगढंसणं णत्थि ॥१८॥ છે એક 'જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, શું ન કેઈ કહેલ છે. ૧૮.
૧. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિ, યથાજાત ૩૫