________________
નિયમરાર–નિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ૩૪૮ છતે ક્ષમાથી ક્રોધને, નિજ માદવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.
અથરોધને ક્ષમાથી. માનને નિજ માર્દવથી, માયાને આજેથી તથા લોભને સંતોષથી—એમ ચતુર્વિધ કષાયોને ( ગી) ખરેખર જીતે છે.
उफिटो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं ।
जो धरइ मुणी णिच्चं पायच्छित्तं हवे तस्स ॥ ११६ ।। ઉત્કૃષ્ટ નિજ અવધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬.
અર્થ –તે જ (અનંતધર્મવાળા) આત્માને જે ઉત્કૃષ્ટ બેધ, જ્ઞાન અથવા ચિત્ત તેને જે મુનિ નિત્ય ધારણ કરે છે, તેને પ્રાયશ્ચિત્ત છે.
किं वहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ॥ ११७ ।। બહુ કથન શું કરવું? અરે! સૌ જાણું પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમક્ષ હેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭.
અથ–બહુ કહેવાથી શું ? અનેક કર્મોના ક્ષયને હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત્ત જાણું,
गंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो । तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा ॥११८॥