________________
૬૦૦ ]
પચ પરમાગમ
जस्स हिदएणुमेत्तं वा परदवम्हि विज्जदे रागो ।
सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि ॥ १६७ ।। અણુમાત્ર જેને હૃદયમાં પદ્રવ્ય પ્રત્યે રાગ છે,
સર્વઆગમધર ભલે, જાણે નહી સ્વક-સમયને. ૧૬૭.
અર્થ:–જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વઆગમધર હોય તેપણુ, સ્વકીય સમયને જાણતો (-અનુભવત) નથી.
धरिदुं जस्स ण सकं चित्तुब्भामं विणा दु अप्पाणं ।
रोधो तस्स ण विज्जदि सुहासुहकदस्स कम्मस्स ।।१६८॥ મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને, શુભ વા અશુભ કર્મો તણે નહિ રોધ છે તે જીવને. ૧૬૮.
અર્થ -–જે (રાગના સદભાવને લીધે) ચિત્તના ભ્રમણ વિનાને પિતાને રાખી શક્તા નથી, તેને શુભાશુભ કર્મને નિરોધ નથી.
तम्हा णिवुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेमु कुणदि भर्ति णिवाणं तेण पप्पोदि ॥१६९।। તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મેક્ષની. ૧૬૯.
અર્થ–માટે મેક્ષાથી જીવ નિઃસંગ અને નિર્મમ થઈને સિદ્ધોની ભક્તિ (શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, જેથી તે નિર્વાણને પામે છે.