________________
ર૭૪ ]
પચ પરમાગમ
तम्हा धम्माधम्मा गमणद्विदिकारणाणि णागासं । इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥९५॥ તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં; ભાખ્યું જિનેએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૫.
અર્થ:–તેથી ગતિ અને સ્થિતિના કારણે ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનાએ કહ્યું છે,
धम्माधम्मागासा अपुधन्भूदा समाणपरिमाणा ।
पुधगुवलद्धिविसेसा करेंति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ ધર્માધરમ-નભને સમાન પ્રમાયુત અપૃથકૃત્વથી, વળી ભિન્નભિન્ન વિરોષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬.
અર્થ –ધમ, અધર્મ અને આકાશ (લોકાકાશ) સમાન પરિમાણવાળાં અપૃથભૂત હેવાથી તેમ જ પૃથક-ઉપલબ્ધ (ભિન્નભિન્ન) વિશેષવાળાં હેવાથી એકત્વ તેમ જ અન્યત્વને કરે છે,
आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा । मुत्तं पोग्गलदव्वं जीवो खलु चेदणो तेमु ॥९७॥ આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે, છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭.
અર્થ: આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધમ અમૂર્ત છે, પગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ ખરેખર ચેતન છે,