________________
પચાસ્તિકાયસંગ્રહ–ષકવ્ય-પંચાસ્તિકાયવણ
दव्वं सल्लक्खणिय उप्पादचयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ॥१०॥ છે સત્ત્વ લક્ષણ જેહનું ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે, ગુણપર્યાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વ કહે. ૧૦.
અર્થ:–જે “સત લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે અથવા જે ગુણપર્યાયોને આશ્રય છે, તેને સર્વ દ્રવ્ય કહે છે.
उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो । विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥११॥ નહિદ્રવ્યને ઉત્પાદ અથવા નાશ નહિ, સદૂભાવ છે તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
અથડ–દ્રવ્યને ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે.
पज्जयविजुदं दव्वं दवविजुत्ता य पज्जया णस्थि ।
दोण्हं अणण्णभूदं भावं समणा परूवेति ॥ १२ ॥ પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે; પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા પ્રમાણે કહે. ૧૨.
અર્થ–પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હતાં નથી; બને અનન્યભાવ (અનન્યપણું) શ્રમણે પ્રરૂપે છે.
दम्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि । अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ॥ १३ ।।