________________
પશ પરમાગમ
નિત્ય છે એવા તે જ અસ્તિકાય, પરિવર્તનલિંગ (કાળ) સહિત, દ્રવ્યપણુને પામે છે (અર્થાત તે છ દ્રવ્ય છે).
अण्णोणं पविसंता देता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति ॥७॥ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતા કદી છોડે ન આપસ્વભાવને. ૭.
અર્થ –તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે, તે પણ સદા પાતતાના સ્વભાવને છોડતાં નથી.
सत्ता सव्वपयत्था सविस्सरुवा अणंतपज्जाया । भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एका ॥ ८॥ સર્વાર્થ પ્રામ, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે, સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮.
અર્થ –સત્તા ઉત્પાદવ્યયૌવ્યાત્મક, એક, સર્વ પદાર્થસ્થિત, સવિશ્વરૂપ, અનંતપર્યાયમય અને સપ્રતિપક્ષ છે.
दवियदि गच्छदि ताई ताई सभावपज्जयाई जं ।
दवियं त भण्णंते अणण्णभूदं तु सत्तादो ॥९॥ તે તે વિવિધ સદૂભાવપર્યયને દ્રવે–વ્યાપે– હે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. ' અર્થ-તે તે સદભાવપર્યાયોને જે દ્રવે છે–પામે છે, તેને (સી) દ્રવ્ય કહે છે-કે જે સત્તાથી અનન્યભૂત છે.