________________
પચ પરમાગમ
નહિ દ્રવ્ય વિણુ ગુણ હય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે; તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.
અર્થ–દ્રવ્ય વિના ગુણે હોતા નથી, ગુણે વિના દ્રવ્ય હેતું નથી; તેથી દ્રવ્ય અને ગુણાને અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) છે.
सिय अत्थि णत्थि उहयं अव्यत्तव्यं पुणो य तत्तिदयं ।
दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ॥१४॥ છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ છે, આદેશવશ તે સાત અંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪.
અર્થ -દ્રવ્ય આદેશવશાત (-કથનને વશ) ખરેખર સ્વાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ-નાસ્તિ, સ્માત અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું (સ્થાત અસ્તિઅવક્તવ્ય, સ્યાત નાસ્તિ-અવક્તવ્ય અને સ્યાત અસ્તિ-નાસ્તિઅવક્તવ્ય)–એમ સાત ભગવાળું છે.
भावस्स णत्थि णासो णस्थि अभावस्स चेव उप्पादो।
गुणपज्जएसु भावा उप्पादवए पकुवंति ॥१५॥ નહિ “ભાવ” કેરે નાશ હોય, “અભાવને ઉત્પાદ ના; ભા કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
અર્થ:–ભાવને (સત) નાશ નથી તેમ જ અભાવને (અસતનો) ઉત્પાદ નથી; ભાવે (સત દ્રવ્યો) ગુણપર્યાયોમાં ઉત્પાદવ્યય કરે છે,