________________
પ્રવચનસાર–ચરણાનુગસૂચક ચૂલિકા [ ૩૭ અર્થ–જેઓ, ભલે તેઓ સમયમાં હોય તે પણ (-ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હેય તાપણ), “આ તત્વ છે (અર્થાત આમ જ વસ્તુ સ્વરૂપ છે)” એમ નિશ્ચયવત વર્તતા ચકા પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે (જેવા નથી તેવા સમજે છે), તેઓ અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળથી ભરેલા) એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે.
अजधाचारविजुत्तो जत्थपदाणिच्छिदो पसंतप्पा । अफले चिरं ण जीवदि इह सो संपुग्णसामण्णो ॥२७२॥ અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે, તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ર૭ર.
અર્થ:–જે જીવ યથાતથપણે પદના અને અના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને “અયાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રમણ્યવાળા જીવ અફળ (-કર્મફળ રહિત થયેલા) એવા આ સંસારમાં ચિરકાળ રહેતા નથી (અ૫ કાળમાં મુક્ત થાય છે).
सम्मं विदिदपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं । विसयेसु णासत्ता जे ते सुद्ध ति णिहिट्टा ॥२७३॥ જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતમ્બાને. આસક્ત નહિ વિષય વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ર૭૩.
અર્થ–સમ્યફ (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા જેઓ
૧. પ્રશાતાત્મા = પ્રશાંતસ્વરૂપ, પ્રશાંતમૂર્તિ, ઉપશાંત, ઠરી ગયેલો ૨. અયાચાર= અયથાતથ રાચાર, અયથાર્થ ચારિત્ર, અન્યથા આચરણ.