________________
પ્રવચનસાર–ચરણનુગસૂચક ચૂલિકા [ ર૩૧ ફળ હોય છે વિપરીત વસ્તવિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હેય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ર૫૫.
અર્થ:–જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેથી (પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે.
छदुमत्थविहिदवत्थुसु वदणियमज्झयणझाणदाणरदो। ण लहदि अपुणब्भावं भावं सादप्पगं लहदि ॥२५६ ॥ છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે રત જીવ મેક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. રપ૬.
અર્થ –જે જીવ છદ્યસ્થવિહિત વસ્તુઓને વિષે (છઘચ્ચે -અજ્ઞાનીએ કહેલા દેવગુરુધર્માદિને વિષે) વ્રત-નિયમ-અધ્યયનધ્યાન-દાનમાં રત હોય તે જીવ મેક્ષને પામતો નથી, શાતાત્મક ભાવને પામે છે,
अविदिदपरमत्थेसु य विसयकसायाधिगेसु पुरिसेसु । जुई कदं व दत्तं फलदि कुदेवेसु मणुवेसु ॥ २५७ ॥ પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જને પરે ઉપકાર-સેવા-દાન સર્વે કુદેવમનુજપણે ફળે. રપ૭.
અર્થ–જેમણે પરમાર્થને જાણ્યું નથી અને જેઓ વિષયકષાયે અધિક છે એવા પુરુષ પ્રત્યેની સેવા, ઉપકાર કે દાન કદેવપણે અને કુમનુષ્યપણે ફળે છે.
जदि ते विसयकसाया पाव त्ति परुविदा व सत्येसु । किह ते तप्पडिवद्धा पुरिसा णित्यारगा होति ॥२५८ ॥