________________
૨૧૦ ]
પંચ પરમાગમ
सव्वाबाधविजुत्तो समंतसव्वक्खसोक्खणाणड्डो ।
भूदो अक्खातीदो झादि अणक्खो परं सोक्खं ॥१९८॥ બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાત્ય જે, ' ઈદ્રિય-અતીત અનિદ્રિ તે ધ્યાને પરમ આનંદને. ૧૯૮.
અર્થ– અનિંદ્રિય અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા સવ બાધા રહિત અને આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારનાં, પરિપૂર્ણ) સૌ તેમ જ જ્ઞાનથી સમૃદ્ધ વર્તત થકો પરમ સૌખ્યને ધ્યાવે છે,
एवं जिणा जिणिंदा सिद्धा मग्गं समुद्विदा समणा ।
जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ॥ १९९॥ શ્રમણ, જિને, તીર્થકરે આ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણુના તે માને. ૧૯૯.
અર્થ-જિને, જિદ્રો અને શ્રમણે (અસ્થતિ સામાન્ય ! કેવળીઓ, તીથ કરે અને મુનિઓ) આ રીતે (પૂર્વે કહેલી રીતે જ) માર્ગમાં આરૂઢ થયા થકા સિદ્ધ થયા. નમસ્કાર છે તેમને અને તે નિર્વાણમાગને.
तम्हा तह जाणित्ता अप्पाणं जाणगं सभावेण ।
परिवज्जामि ममत्तिं उपढिदो णिम्ममत्तम्हि ॥२०॥ એ રીત તેથી આત્માને લાયકસ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવજુ છું હું મમત્વને. ૨૦૦.
અર્થ –તેથી (અથતિ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ ઘરે હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિમમત્વમાં સ્થિત રહ્યો થકે મમતાને પરિત્યાગ કરું છું