________________
પ્રવેચનસાર–રેયતત્વઝજ્ઞાપન ૨૦૫ जो णवि जाणदि एवं परमप्पाणं सहावमासेज्ज ।
कीरदि अज्झवसाणं अहं ममेदं ति मोहादो ॥ १८३ ।। પરને સ્વને નહિ જાણતે એ રીત પામી સ્વભાવને, તે “આ હું, આ મુજ” એમ અધ્યવસાન મોહ થકી કરે.
અર્થ –જે એ રીતે સ્વભાવને પામીને (જીવપુદગલના સ્વભાવને નક્કી કરીને) પર અને સ્વને જાણતા નથી, તે મોહથી “આ હું છું, આ મારું છે' એમ અધ્યવસાન કરે છે.
कुव्वं सभावमादा हवदि हि कत्ता सगस्स भावस्स ।
पोग्गलदव्बमयाणं ण दु कत्ता सव्वभावाणं ॥१८४ ॥ નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવને; પણ તે નથી કતાં સકલ પુગલદરવમય ભાવને. ૧૮૪.
અર્થ –પિતાના ભાવને કરતે થકે આત્મા ખરેખર પિતાના ભાવને કર્તા છે; પરંતુ પુદગલદ્રવ્યમય સર્વ ભાવને કર્તા નથી.
गेण्हदि णेव ण मुंचदि करेदि ण हि पोग्गलाणि कम्माणि ।
जीवो पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु ॥१८५ ॥ જીવ સર્વ કાળે પુદ્ગલની મધ્યમાં વર્તે ભલે, પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકમને. ૧૮૫.
અથર–છવ સર્વ કાળે પુદગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ પૌગલિક કર્મોને ખરેખર ગ્રહ નથી, છોડ નથી, કરતા નથી.