________________
૧૯1 * પયં પરમાગમ
અર્થ–જે રીતે તે આકાશપ્રદેશ છે, તે જ રીતે બાકીનાં દ્રવ્યાના પ્રદેશ છે (અર્થાત જેમ આકાશના પ્રદેશો પરમાણુરૂપી ગજથી મપાય છે તેમ બાકીનાં દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે). પરમાણુ અપ્રદેશ છે; તેના વડે પ્રદેશાભવ કહ્યો છે.
समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्यजादस्स । वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ॥१३८॥ છે કાળ તે અપ્રદેશના એકપ્રદેશ પરમાણુ યદા આકાશદ્રવ્ય તણે પ્રદેશ અતિક્રમે, વતે તદા. ૧૩૮.
અર્થ:-કાળ તે અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદગલ-પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત નિમિત્તભૂતપણે પરિણમે છે.
वदिवददो तं देसं तस्सम समओ तदो परो पुन्यो ।
जो अत्थो सो कालो समओ उप्पण्णपद्धंसी ॥३३९ ॥ તે દેશના અતિક્રમણ સમ છે “સમય”, તપૂર્વાપરે જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વસી “સમય” છે. ૧૩૯.
અર્થ –પરમાણુ એક આકાશપ્રદેશને (મંદ ગતિથી ) ઓળંગે ત્યારે તેના બરાબર જે વખત તે સમય છે; સમયની પૂર્વ તેમ જ પછી એવો (નિત્ય) જે પદાર્થ છે તે કાળદ્રવ્ય છે; “સમય” ઉત્પન્નવસી છે.
आगासमणुणिविटुं आगासपदेससभणया भणिदं । सन्वेसिं च अणूणं सक्कदि तं देदुमवगासं ॥१४० ॥