________________
૧૭૬ ]
પંચ પરમાગમ
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा ।
सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ॥९८॥ દ્રવ્ય સ્વભાવે સિદ્ધ ને “સતતત્ત્વતઃ શ્રી જિને કહે એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
અર્થ:–દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જ) સત છે એમ જિનેએ તવત: કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે.
सदवडिई सहावे दव्वं दबस्स जो हि परिणामो ।
अत्येमु सो सहावो ठिदिसंभवणाससंवद्धो ॥ ९९।। દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી “સત સૌ દ્રવ્ય છે ઉત્પાદ-ધ્રૌવ્યવિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯.
અર્થ–સ્વભાવમાં અવસ્થિત (હોવાથી) કવ્ય “સત ? છે; દ્રવ્યને જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થો સ્વભાવ છે.
ण भवो भंगविहीणो भंगो वा पत्थि संभवविहीणो ।
उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्येण ॥१०॥ ઉત્પાદ ભંગ વિના નહી, સંહાર સર્ગ વિના નહીં ઉત્પાદ તેમ જ ભંગ. બ્રોવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦૦.
અર્થ–ઉત્પાદ ભંગ વિનાને હેત નથી અને ભંગ
૧. અવસ્થિત = રહેલુ, ટકેલું ૨, ભગ કરાય; નારા,