________________
પ્રવચનસાર–યતરવ-પ્રજ્ઞાપન
[ ૧૭૫
છેડયા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણને પર્યય સહિત જે, “દ્રવ્ય ભાખ્યું તેહને. ૫.
અર્થ–સ્વભાવને છેડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને “દ્રવ્ય કહે છે,
सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं ।
दव्वस्स सव्वकालं उप्पादव्वयधुवत्तेहिं ॥९६ ॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૬.
અર્થ–સવ કાળે ગુણે તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ, તે ખરેખર સ્વભાવ છે.
इह विविहलक्खणाणं लक्खणमेगं सदित्ति सव्वगयं ।
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ॥९७॥ વિધવિધલક્ષણનું સરવ-ગત “સર્વલક્ષણ એક છે, –એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
અર્થ –ધર્મને ખરેખર ઉપદેશતા જિનવરવૃષભે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળાં ( ભિન્ન ભિન્ન સ્વરૂપ-અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યનું “સત” એવું સર્વગત લક્ષણ (સાદશ્ય-અસ્તિત્વ) એક કહ્યું છે,
૧ જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેટ, તીર્થ કર ૨. સર્વગત =સર્વમાં વ્યાપનારું