________________
સમયસાર—બધ અધિકાર # હતું અથ-જિનવરએ કહેલો વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતાં છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ છે.
मोक्खं असदहतो अभवियसत्तो दु जो अधीएज्ज । पाठो ण करेदि गुणं असदहंतस्स गाणं तु ॥ २७४॥ મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ર૭૪.
અથ–મોક્ષને નહિ શ્રદ્ધતો એ જે અભવ્યજીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને શાસ્ત્રપઠન ગુણ કરતું નથી.
सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि । धम्म भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ॥ २७५ ॥ તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે, તે ભગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ર૭૫.
અર્થ –તે (અભવ્ય જીવ) ભાગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ, (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધત, નથી તેની પ્રતીત કરતો, નથી તેની રુચિ કરતા અને નથી તેને સ્પર્શત)
आयारादी णाणं जीवादी दंसणं च विण्यपेयं । छज्जीवणिकं च तहः भणदि चरित्तं तु ववहारां ॥२७६ ॥ आदा खु मज्झ णाणं आदा मे दसणं चरित्तं च । . आदा पञ्चक्खाणं आदा मे संवरो जोगो ॥२७७ ॥