________________
શ્રી અજિતનાથ ચરિત્ર ]
૧- ૧૧ -
- -
-
MA W
સુમિત્રવિજયે નિર્ણય કર્યો. અને જિતશત્રુ રાજાએ અજિતનાથને રાજ્યાભિષેક કર્યો અને સગરને યુવરાજ તરીકે સ્થા
રાજવી અજિતનાથે પિતાના પિતા જિતશત્રુનો ભવ્યદીક્ષા મહોત્સવ-નિષ્કમણત્સવ કર્યો. અને જિતશત્રુ મહારાજાએ સર્વ ભવ અને પરિવાર ત્યાગી ઝષભદેવ ભગવાનના તીર્થમાં વર્તતા સ્થવિર મુનિરાજ પાસે દીક્ષા અંગીકાર કરી. દક્ષાબાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી. જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ અને તપ ત્યાગના બળે જિતશત્રુ રાજર્ષિ ભાવના શ્રેણિએ ચડી કેવલજ્ઞાન પામ્યા. અનુક્રમે છેવટે પિતાના પૂર્વજોની પેઠે સિદ્ધિગતિને પામ્યા.
હવે રાજા અજિતનાથ ન્યાય-નીતિ અને પ્રેમથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમના રાજ્યકાળમાં વધ, બંધન, તાડન, દહન વિગેરે શિક્ષાઓ કઈ પણ વખતે કરવાનો પ્રસંગ આવતે નહિ તેવી રીતે પ્રજા વતી હતી. ચારે રાજનીતિમાં નિપુણ હોવા છતા અજિતનાથ રાજવીને દંડ કે ભેદનીતિનો ઉપયોગ કરવો પડયે ન હતું. પ્રજા અને રાજા વચ્ચે ખુબજ મેળ અને વાત્સલ્ય ભાવ ઉભરાતે હતો. આમ રાજ્ય પાળતાં અજિતનાથ ભગવાનને ત્રેપન લાખ પૂર્વ થયાં. ઉંમરના પરિપાક સાથે ભોગાવલી કર્મ પણ પરિપકવ થયુ. અને આપોઆપ વૈરાગ્યભાવના જાગૃત થતાં તેમણે વિચાર્યું કે “આ રાજ્યની સુંદર વ્યવસ્થા, ભાઈઓને ભ્રાતૃપ્રેમ અને રાજ્યઋદ્ધિ ગમે તેવી સગવડતા ભરી હોય તે પણ તેથી આત્માને શું ઉપકાર કરનારી છે. આત્માને ઉપકાર કરનાર વસ્તુ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પિષક પ્રવૃત્તિ જ છે. મારે પાપપોષક પ્રવૃત્તિ ત્યજી આત્મપ્રવૃત્તિ તરફ વળવું જોઈએ.” આ વિચારધારાને કહે નાથ ! ધર્મતીર્થ પ્રવર્તાના લોકાંતિક દેવેની વિજ્ઞપ્તિએ રેકી. ભગવાને ભક્ત સેવકના અનુરૂપ વચન સમા દેવના આ વચનને સ્વીકાર કર્યો. અને પવનથી અગ્નિ વધુ પ્રજવલિત બને તેમ તેમને વૈરાગ્ય વધુ પ્રજવલિત બન્યો.
ત્રણ જ્ઞાનધારક ભગવાને તુરત સગરને બોલાવ્યો. અને કહ્યું કે, “બાંધવ! આ રાજ્યપૂરા તું વહન કર, હું હવે રાજ્યપાલન કરી શકું તેમ નથી. કારણકે મારું મન રાજ્ય, વૈભવ અને જગતની માયામાં હવે સુલ સ્થિર થાય તેમ નથી. સગરને ભગવાનના આ વચન વાઘાત જેવાં લાગ્યાં. તે બોલી ઊઠ્યો કે હે ભગવન! તમે રાજા અને હું યુવરાજ તેમ હવે તમે મારા ગુરૂ અને હું આપને શિષ્ય થઈશ. આ૫ જાઓ અને હું રાજ્ય ભેગવું તે ન બને, ઉત્તરમાં ભગવાને કહ્યું. “સંયમ એ ભાવના પ્રધાન છે. મારૂ ભેગાવળી કર્મ ક્ષીણ થયું છે. હજી તું ચક્રવતી થવાને છે, અને તારૂ ભેગાવલી કમ બાકી છે, આથી તારે માટે અત્યારે સંયમનું પાલન અશકય છે. રાજા પછી યુવરાજ રાજગાદીએ આવે એ રીતના કમને પાલન કરી તું રાજ્યને રવીકાર કર.” ભ્રાતૃપ્રેમ અને વડિલની આજ્ઞામાં હીંચકાતા સગરે નાખુશ દીલે આંસુ સાથે ભાઈની આજ્ઞાને સ્વીકાર કર્યો. ભગવાને પૂર્ણ હર્ષપૂર્વક સગરનો રાજ્યાભિષેક કર્યો અને પોતે રાજ્યધૂરામાંથી નિમુક્ત થયાને આનંદ અનુભવ્યો.