________________
| [ લઘુ વિષ્ટિ શલાકા પુરુષ,
જે રાત્રિએ વિજયા રાણીએ પુત્રને જન્મ આપે, તેજ રાત્રિએ થોડીવાર પછી વેયન્તીએ સુવર્ણ વર્ણ સદશ એક પુત્રને જન્મ આપે આ બન્ને વધામણી તેમના પરિવારે જિનશત્રુ રાજાને આપી. રાજાએ ઇનામ આપ્યું અને સર્વત્ર નગરમાં મહત્સવ કર્યો. કુલવધુ ગીત ગાવા લાગી. નાટકની રચના થઈ. આખું નગર અને સર્વ કે આનંદ આનદ પામ્યા.
શુભ દિવસે રાજાએ મંડપ રચના કરી આપ્તજને સમક્ષ “આ પુત્રની માતા જ્યારે પુત્ર ગર્ભમાં હતો ત્યારે પાસા રમવામાં મારાથી જીતી શકાઈ ન હતી. તેમ જણાવી પિતાના પુત્રનું નામ અજિત અને પોતાના ભાઈના પુત્રનું નામ સગર રાખ્યું.
ઈન્ડે આજ્ઞા કરેલી પાંચ દેવધાત્રીઓ અજિતનાથ ભગવાનનું અને જિતશત્રુ રાજાએ મુકેલ પાંચ ધાત્રીઓ સગરનું પાલન કરવા લાગી અજિતનાથ દેવસંચારિત અમૃતને અંગુઠા દ્વારા પાન કરતા હતા. સગર અનિદિત સ્તનપાન કરતા હતા. અનુક્રમે વૃદ્ધિ પામતા અને બાળકો વિજય અને કિતશત્રુ રાજાના ખોળામાં એક પછી એક ચડતા હતા. અને રાજાના હર્ષને વૃદ્ધિ કરતા હતા.
ઉંમર થતાં રાજાએ બને પુત્રને ભણવા મુકવા વિચાર કર્યો, પણ ભગવંત અજિત નાથ તે ત્રણ જ્ઞાનસહિત હેવાથી સ્વયમેવ સર્વકળા, ન્યાય, શબ્દશાસ્ત્ર વિગેરે શિખ્યા. સગર ખુબ બુદ્ધિશાળી હોવાથી જોતજોતામાં એક દીવાથી બીજે દીવો પ્રગટે તેમ ઉપાધ્યાયની પાસેથી શબ્દશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર, વાદ્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ધનુર્વેદ અને યુદ્ધકળા સર્વ શિખી લીધુ આ સર્વ શાસ્ત્ર શિખ્યા છતાં સગર પિતાનુ શિખેલ સર્વ અજિતનાથ ભગવાન આગળ ધરી કહી બતાવતા હતા. અને જેમાં અપૂર્ણતા જણાઈ કેશંકા લાગી તે સર્વ ભગવંત પાસેથી જાણી લેતા હતા.
માનવ માત્રને રૂપસંપત્તિને બક્ષનાર ચૌવનમાં બને કુમારએ પ્રવેશ કર્યો. એટલે ઈન્દ્ર અને જિતશત્રુ રાજાએ વિવાહ માટે આગ્રહ કર્યો. ભેગાવલી કમ બાકી હોવાથી ભગવાન મૌન રહ્યા. એટલે જિતશત્રુ રાજાએ રાજકન્યાઓ સાથે ભગવાનનાં લગ્ન કર્યા. અને સગરને પણ તેવી રીતે રાજકન્યાઓ પરણાવી. આ પછી ભગવાન શ્વાધિને અનુરૂપ ઔષધિની પેઠે ગૃહસ્થ જીવન પસાર કરવા લાગ્યા. સગર કુમાર પણ હાથી જેમ હાથિશુઓની સાથે રમે તેમ રાજકન્યાઓ સાથે રમવા લાગ્યું.
એક વખત લઘુબંધવ સહિત જિતશત્રુ રાજાને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ, તેમણે અઢારસાખ પૂર્વ ઉંમરના પિતાના પુત્રને કહ્યું કે, “હું હવે સંયમ લેવા ઈચ્છું છું. મારા પૂર્વજોએ તે આ ઉંમર પહેલાં સંચમ લીધુ છે, તમે રાજયધૂરા વહન કરી, અને મને નિમુકત બનાવે.” અજિતનાથે કહ્યું, “હે તાત! તમારા શુભ કાર્યમાં અંતરાય નાંખવા હું તૈયાર નથી પણ એટલી વિજ્ઞપ્તિ કર્યું છે કે, રાજ્યપૂરા તે કાકા સુમિત્રવિજય સભાળે તેજ ઈષ્ટ છે.” સુમિત્રવિજયે કહ્યું કે, “ તુચ્છ રાજ્ય ખાતર અપૂર્વ લાભવાળા સએમને હું શા માટે ચૂકું ? છેવટે જિતશત્રુ રાજાના આગ્રહથી ભાવથતિ રહેવાને