________________
૫૮
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ
--
-
/
/ નy -
પાંચલાખ ચક્રધરે, ચોસઠહજાર ભાટચારણે, ૪૯ કુરા, હજારો સુવર્ણખાણે વિગેરે વિગેરે અનતદ્ધિ હતી. સુંદરી અને અઠ્ઠાણુંભાઈઓની દીક્ષા.
છ ખંડ સાધી ચક્રવત્તિપણને અભિષેક બાદ ભરતચક્રી પોતાના સર્વ સ્વજનેને મળ્યા. તેમાં બાહુબલિની સાથે જન્મેલી સુંદરી કે જે ઘણુ તપ કરવાથી કૃશ અને દુર્બળ બની હતી અને જેનુ રૂપ તથા લાવણ્ય બેડેળ બન્યું હતું તેને નિહાળી શકી ગૃહના અધિકારીઓને કહેવા લાગ્યા કે શું મારા ઘરમાં બરાક ઓષધની ખામી હતી કે જેથી સુંદરી આવી દશાને પ્રાપ્ત થઈ છે?” નિગીએ નમ્રપણે ચડીને કહ્યું “મહારાજ!દેવે જેને સાધ્ય છે તેવા આપને ત્યાં શાની ખામી હોય, પણ આપ દિગ્વિજય માટે નીકળ્યા ત્યારથી સુંદરી આ બિલ તપ કરે છે. આપે દીક્ષા માટે કયાં તેથી તે દીક્ષા ન લઈ શક્યાં પણ ભાવ દીક્ષા રાખી વિચરે છે. ભરતે સંદરીને પૂછ્યું કે, “તું દીક્ષા લેવા ઈચ્છે છે ?” સુદરીએ ‘હા’ કહેતાં ભરતચીએ રજા આપી અને આટલા દિવસ સુધી અંતરાય કર્યા બદલ પશ્ચાત્તાપ કર્યો. ભરતેશ્વરની રજા પામી સુધરીએ ભાવપૂર્વક દક્ષા ગ્રહણ કરી,
આમ ભરતચીના નાના અઠ્ઠાણું ભાઈઓએ, બાહું મળિએ અને તેના ઘણા પુત્રાએ દીક્ષા લીધી. મરીચિનું ઉસૂત્ર વચન.
ભતપુત્ર મરીચિએ દેવની પૂજા અને સન્માન દેખી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી, પણ શીત, તપ, ઉપસર્ગ વિગેરેથી સંયમચર્યા તેને આકરી લાગી. શરમથી સંયમ છેડી તે ઘેર ન જઈ શકે તેમ પૂર્ણ પણે સંયમ પાળી પણ ન શકો. આથી તેણે વિદડીવેષ ધારણ કર્યો અને ભગવાન સાથે વિચારવા લાગ્યો. ઉપદેશ આપવામાં તે કુશળ હોવાથી તે ઘણા રાજકુમારોને પ્રતિબધ કરતું હતું, અને તેમાં જે પ્રતિબોધ પામે તેને ભગવાન પાસે મોકલી દીક્ષા અપાવતે હતો એક વખતે ભરત મહારાજાએ ભગવાનને પૂછયું કે, આ પર્ષદામાં આપ સરખો કોઈ તીર્થકર થનાર છે કે નહિ ?” ભગવાને ભરતને કહ્યું કે, તારો પુત્ર મરીચિ આ ચોવીશીમાં વીશમા મહાવીર નામે તીર્થંકર થનાર છે, મહાવિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવૃત્તિ અને આ અવસર્પિણમાં ત્રિપૃષ્ણનામે પ્રથમ વાસુદેવ થશે. ભરતચદી ભગવાનને વાંરી મરીચિ પાસે ગયા અને તેમને કહ્યું કે, 'હું તમારા ત્રિદ ડી વેષને વંદન કરતું નથી, પણ આપ આ ચાવીશીમાં મહાવીરનામે તીર્થંકર થશા તેથી વંદન કરૂ છું ભરતેશ્વર તે વાટીને ગયા પણ મરીચિના મનમાં હર્ષાતિરેક જગ્યા. તેને થયુ “અહો અહે અમારૂ કુલ ૫ જે કુલમાં ત્રેવીસ તીર્થકરે થશેમારા દાદા પ્રથમ તીર્થંકર ! પિતા પ્રથમ ચક્રવત્તિ ! હું વીસમા તીર્થંકર, પ્રથમ ' વાસુદેવ અને ચક્રવર્તિ જગતમાં અમારા કુટુમ્બ જેવું કંઈ ઉચ્ચ સ્થાન નથી. હર્ષાતિરેકથી તે નાખ્યો આનંદમાં ભાન ભૂલ્ય. અને ઘણું ભવ સુધી દુઃખ આપનાર તીવ્ર નીચગાત્ર કર્મ બાઘુ આ પછી પણ મરીચિ જે કેઈને પ્રતિબંધ આપતો અને તેનાથી પ્રતિબધ પામે તેને ભગવાનની