________________
લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ
w
નિકૂટની સાધનાના પ્રતીકસમાં ભેંટણાં અને તેમની પાસેથી લીધેલ દંડ ચકી આગળ ધર્યો. ચકી પ્રપન્ન થયા અને તેમણે તેનો પણ સત્કાર કર્યો. તમિસ્રા ગુફાના દ્વારનું ઉદ્દઘાટન અને ઉત્તર ભરતાર્ધમાં પ્રવેશ.
કેટલાક દિવસ બાદ ચક્રવતિએ સુષેણુને બોલાવી કહ્યું કે “તમે તમિસા ગુફા આગળ જાઓ. અને તેના દરવાજા ઉઘાડે રાણુ મિસા ગુફા આગળ આવ્યો. તેણે કૃતમાલ દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કર્યો. ત્યારબાદ સ્નાન કરી, પવિત્ર થઈ, સુવર્ણનું ધૂપધાણું લઈ તમિસા ગુફાના કપાટ પાસે ધૂપ ઉવેખી તેણે કપાટને પ્રણામ કર્યા. ત્યાં અઈ મહત્સવ કર્યો. અને ત્યાં અખંડ તંડુલનાં અણમાંગલિક આલેખ્યાં. ત્યારબાદ દંડર હાથમાં લઈ સાત આઠ ડગ પાછા ફરી દંઢરત્નવડે વાજિત્રને ડિકાવડે જેમ ખખડાવે તેમ તેણે કારને ખખડાવ્યો કે તુર્ત તાઢયનાં ચક્ષુસમાં આ દ્વાર તડતડાત કરતાં ખુલ્લાં થયાં.
સુષેણે તમિસા ગુફાના દ્વાર ખુલ્લી ગયાના સમાચાર ચકીને આપ્યા. ચક્રરત્ન આગળ ચાલ્યું. ચક્રી હસ્તિ ઉપર આરૂઢ થયા. અને ચાર આ ગુલ પ્રમાણુવાલા મણિરત્નને હસ્તિના દક્ષિણ ગંડસ્થળ ઉપર રાખ્યું આથી ગુફામાં પ્રકાશ ફેલાયો. સાથે રહેલા કાકિણી - ત્નથી ચક્રીએ એક એક યોજનને આંતરે ગોમૂત્રિકાકારે પાંચસો ધનુષ્યના વિસ્તારવાળાં એક યોજનને પ્રકાશતાં મંડળ આળેખ્યાં આવાં મંડળ કુલ ઓગણપચાસ ચક્રીએ આલેખ્યાં જેથી હર હંમેશાં ગુફામાં પ્રકાશ રહેવા માંડયો. ત્યારબાદ ચક્રની પાછળ ચાલતા ચક્રી ગુફાના મધ્યભાગમાં રહેલ ઉન્મના અને નિમગ્ના નદી આગળ આવી પહોચ્યા. ઉન્મના નદી એવી હતી કે જેમાં પત્થરની શિલાઓ પણ તુંબડાની પેઠે તેરતી હતી. અને નિમના નદીમાં તુંબડા પણ શિલાની પેઠે ડુબી જતાં હતાં. આ બને નદીઓ તમિસા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળી પશ્ચિમભિત્તિમાં થઈ સિંધુ નદીની અંદર મળી જાય છે. આ બન્ને નદી ઉપર થઈ પસાર થવા માટે વાર્ધકિરને ક્ષણવારમાં પાજ-પૂલ બાધ્યો અને તે ઉપર થઈ સમગ્ર સૈન્ય સહિત ચકી પસાર થયા. ચકીને આવતા દેખી ગુફાના ઉત્તર તરફના દ્વાર આપોઆપ ખુલી ગયાં. અને તેમાંથી પ્રથમ ચક્રરત્ન અને ત્યારબાદ ચક્રી અને તેનું સભ્ય ઉત્તર ભરતાર્ધમાં દાખલ થયું. ઉત્તર સરતાના ધ્યખંડ અને ઉત્તર સિંધુ નિકૂટની સાધના.
પાસ યોજનની તમિઆ ગુફા ઓળંગી સૂર્ય જેમ ઉત્તરાયણમાં આવે તેમ ભરતેશ્વર ઉત્તર ભારતાઈને સાધવા ઉત્તર ભારતમાં દાખલ થયા. આ પ્રદેશમાં આપાત નામના ભયંકર ભિલે વસતા હતા. આ ભિલે ભયંકર, પરાક્રમી અને ઋદ્ધિવંત હતા. તે એકડા થયા. અને ચક્કીના સૈન્ય પર તેમણે હલે કર્યો. આ પરાક્રમ ડીવાર તે ટકયું. પણ જ્યારે સુષેણે અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ અગરત્ન સાથે સમરાંગણમાં ઝુકાવ્યું કે તુત કિલ્લેએ નાસભાગ શરૂ કરી. બળ નહિ ચાલવાથી તેમણે અઠ્ઠમતપ કરી પિતાના કુલદેવ મેધસુખદેવને આરાધ્યો. મયુખ દેવે પ્રગટ થઈ કહ્યું કે “આ ચક્રવત્તિ છે. હું