SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કરનારાઓને આઘે રાખી મૂળ પ્રવાહને બરાબર સાચવ્યા છે. ૧ , ૨ ઉપવેદ, ૩ પુરાણુ, તે ૪ સ્મૃતિ, ૫ ઉપનિષદ આ સર્વ ઉપર નજર નાંખતાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે જેમ જેમ કાળ જતો ગો તેમ તેમ તેમાં ફેરફારે થતા ગયા અને કાળને અનુરૂપ કલ્પનાઓ દાખલ થતી ગઈ. તેમજ બ્રાહ્મણ ધર્મમાં તેને સંચાલકવર્ગ ત્યાગી કરતાં ગૃહસ્થ વધુ હોવાથી તેણે પોતપોતાના સ્વાર્થને અનુરૂપ ફેરફાર અને નવીનતા પણ દાખલ કરી. આથી મૂળનાં મૂળ તેમાં બદલાતાં ગયાં. જેમ બ્રાહાણુધર્મમાં બન્યું તેમ બૌદ્ધ ધર્મમાં પણ બન્યુ, બૌદ્ધધર્મ રાજ્યાશ્રયવાળા હોવાથી તે દિવસે રાજાઓ અને શ્રીમ, તેની અસરતળે પરાવર્તન પામતે પામતે તેને મૂળ સિદ્ધાંત ભૂલી જુદે જ રૂપે ગ. અને તે દિવસે તે ભારતવર્ષમાં ઉત્પન્ન થએલ હોવા છતાં અદશ્ય થઈ વિદેશ ગયે. અને તે જતાં શ્રમણસંસ્કૃતિ એટલે જૈનસંસ્કૃતિ માત્ર રહી. ધર્મશાસ્ત્રના પૂરા જ્ઞાનવિનાના કેટલાક જૈનધમને અર્વાચીન કહીને તે કોઈક બૌદ્ધ યમના પેટાલેદવાલે કહીને વગેરે છેપણ ખરી રીતે જૈનધર્મ હિંદુધર્મ અને બૌદ્ધધ. મને વધુદઢ અને પનિત સંસ્કાર આપી પ્રેરણાના ઉમ સ્થાનરૂપ હરહંમેશ રહેલ છે. કેટલીએ અગમઅગોચર વસ્તુઓનું જ્ઞાન તેમણે તેની પાસેથી મેળવ્યું છે. વેદમાં, પુરાણમાં અને બીજે કેટલેય ઠેકાણે તીર્થકર ભગવતેનાં સૂતો નજરે પડે છે. આથી સંખ્યાએ અલ્પ છતાં તત્ત્વથી દઢ જૈનધર્મ ચિરંજીવ અને ઉપલા થરમાં તેને તે રહ્યો છે, વેદધર્મ–બ્રાહ્મણધર્મમાં રામાનુજ-શૈવ-વૈશેષિક તૈયાયિક જૈમિનિ, સાંખ્ય, ચોગ અને શાંકરદર્શન વિગેરે તેનો અવાંતર દશાને સમાવેશ થાય છે. જૈનધર્મમાં–વેતાંબર, દિગંબર વિગેરે. અને બૌદ્ધમાં માધ્યમિક,ગાચાર, સત્રાન્તિક વિગેરે અવાંતર સમાય છે.. દર્શન સમુચ્ચયમાં છ દર્શનેની વ્યાખ્યા કરતાં હરિભદ્રસૂરિ મહારાજે દરેક દર્શનના દેવ, ગુરૂ, ધર્મ અને પ્રમાણને બતાવી કરેલ છે. આ ચારમાં ધર્મનું આંતરતરવ એ તેને તત્વવાદ છે. ચર્ચામાં તે તવવાદને સિદ્ધ કરી સામાને ગળે ઠસાવવામાં પ્રમાણ વાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. છતાં પણ આ સર્વ કરતાં તે તે ધમનું અસ્તિત્ત્વ અને ટકાવ તે દેવ અને ગુરૂતરા ઉપર જ અવલંબે છે. દેવ, ગુરૂ, તાવ અને પ્રમાણુ આ ચારમાંથી દરેક ધર્મના ઉપાસકને મુખ્યપણે ઉપાસ્ય તરીકે તે દેવ અને ગુરૂજ રહેવાના. અને તેથી દરેક ઉપાસક તેની ઉપાસનામાં રત રહી, પિતાને કૃતકૃત્ય માને તે સ્વાભાવિક છે. " બ્રાહ્મણધર્મમાં શંકર-વિષ્ણુ-મહેશરૂપ દેવત્રી અને અવતારે વિગેરે દેવરૂપ મનાયેલ છે. બુદ્ધધર્મમાં દીપંકર, કૌડિન્ય, મંગળ, સુમન વિગેરે ચોવીશ બુદ્ધો દેવરૂપ મનાએલ છે. તેમ જનધર્મમાં શ્રી ઋષભદેવ વિગેરે જેવીશતીર્થકર દેવ તરીકે મનાએલ છે. અને તે સર્વ જૈનધર્મને ઉપાસ્ય અને સેવ્ય છે,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy