________________
[ લઘુ વિષ્ટિ શલાકા પુરૂષ
દામાં વિશ્રામ લેવાને બેઠા. તે સમયે ગણધરોમાં મુખ્ય એવા શ્રી રૂષભસેન ગણધર ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દીધી. જ્યારે ગણધર ભગવંત દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પિતા પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થયા બાદ પરમાત્માની પાસે રહી નિત્ય સેવા કરનાર તેમજ તીર્થની રક્ષા કરનાર ગોમુખ નામનો યક્ષ ઉત્પન્ન થયો કે જેના જમણા બે હાથમાં વરદ અને અક્ષમાળા હતી અને ડાબા અને હાથમાં બીરૂ અને પાશ હતાં. તેનું વાહન હાથીનું હતું. તેમજ સુવર્ણના વર્ણ વાળી ગરૂડના વાહનવાળી અપ્રતિચકા નામની શાસનદેવી થઈ જેના જમણા ચાર હાથમાં ચક, પાશ, ખાણ અને વરદ હતાં. અને ડાબા ચાર હાથમાં ચક્ર, ધનુષ્ય અંકુશ અને વજ હતાં. આ પછી ભગવાન જગત ઉપર ઉપકાર કરવા વાયુપેઠે અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા. ભગવંતના અઠ્ઠાણું પુત્રોની દીક્ષા.
ભરત ચક્રવર્તિએ સંપૂર્ણ ભરતક્ષેત્રને સાધ્યા બાદ પિતાના ભાઈઓને પિતાની આજ્ઞા પાળવાનું કહેણ મોકલ્યું. ત્યારે તે ભગવંતને પુછવા ગયા કે “હે ભગવત ! આપે સૌને દેશના ભાગ પાડી આપ્યા છે. ભરતને સૌ કરતાં મોટું રાજ્ય આપ્યું છે છતાં તે લભી બની અમારા ઉપર તેની આજ્ઞા પાળવાનું કહેણ મોકલે છે. અમે શું કરીએ?' કરૂણાસાગર ભગવતે તેમને કહ્યું કે “જીવન ચંચળ છે. લક્ષ્મી કઈ જગ્યાએ સ્થિર રહેનારી નથી અને આ રાજ્ય પણ એક પછી એકને આધીન થનારું છે. સમજુ પુરૂષોએ તે આત્મરમણમાં ચિત્ત પરેવી સ્વશ્રેય સાધવું જોઈએ.” ભગવંતને આ ઉપદેશ સાંભળી વૈરાગ્ય વાસિત બનેલ અઠ્ઠાણું ભાઈઓએ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી.
ભરત મહારાજા અઠ્ઠાણું ભાઈઓના દીક્ષાના સમાચાર સાંભળવાથી દીલગીર થયા. આ અરસામાં ફરી તેમને સેનાપતિ તરફથી જણાવવામાં આવ્યું કે ચક આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. તપાસ કરતાં જણાયું છે કે બાહુબલિને આજ્ઞાધારક બનાવવામાં આવેલ નથી તુ બાહુબલિ પ્રત્યે હત મોકલ્યો પણ તેણે તેની અવગણના કરી યુદ્ધની જાહેરાત કરી. દેવોની વિજ્ઞપ્તિથી સંહારમય માણસનું પરસ્પર યુદ્ધ બંધ રાખી બંને ભાઈઓનું દેદિયુદ્ધ, બાહુયુદ્ધ, મુણિયુદ્ધ, વાગયુદ્ધ અને દહયુદ્ધ થયુ. આ દરેકમાં ભરત મહારાજા હાર્યો. દેવોને પણ શંકા ઉપજી કે “ચકવતિ તે ભરત છે કે બાહુબલિ” કાંઇ ઉપાય ન ચાલવાથી છેવટે ભરત મહારાજાએ બાહુબલિ પર ચક્ર છોડયું. પણ મેરૂ પર્વતની આસપાસ સૂર્ય પ્રદક્ષિણા કરે તેમ બાહુબલિની આસપાસ ફરી ચક્ર ભરતની પાસે પાછું આવ્યું. કારણકે ચક્રનો પ્રભાવ સ્વગોત્રીય ઉપર પહલે, નથી. બાહુબલિના કોષે માઝા મૂકી. તે બેલી ઉઠો કે, “અમારે બન્નેને પરસ્પર સરખી સામગ્રીથી યુદ્ધ કરવાનું હતું છતાં ભરતે નીતિમાને ઉલંઘી મારા વધ માટે ચક મુક્યું. એકેન્દ્રિય ચક્રને વિવેક આવ્યું અને તે પાછું ફર્યું પણ હે ભરત! મોટાભાઈ