SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ ચરિત્ર ] 1 v s by -- - - ~ ~ સારથિ થયો. વજસેન ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ તેજ વખતે વજનાભ રાજાની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. અને તેની સાથે બીજાં તેર રત્નો પણ ઉત્પન્ન થયાં. આ ચૌદ રત્ન દ્વારા વજાનાભે સમગ્ર પુષ્કલાવતી વિજય સાધી અને સર્વ રાજાઓએ તેને ચક્વત્તિપણને અભિષેક કર્યો. એક વખત વાસેન તીર્થંકર ભગવાન સમવસર્યા. વજીના ચકવત્તિ બાંધવ અને સારથિ સહિત ભગવંતના વંદને ગયો. ભગવંતની દેશના સાંભળી વજનાભનું હૃદય વૈરાગ્ય વાસિત થયું અને ભગવાન પાસે દીક્ષાની માગણી કરી, તીર્થકર ભગવાને “સારા કામમાં વિલંબ ન કરવ” એમ જણાવી તેના શુભ કાર્યને પલ્લવિત કર્યું. વજાનાભે પુત્રને ગાદી ઉપર બેસાડી ચાર બાંધ અને સુયશ સારથિ સાથે દીક્ષા ગ્રહણ કરી. પણ થોડા જ સમયમાં વસેન તીર્થંકર નિર્વાણ પામ્યા. પાંચ ઇન્દ્રિયો સહિત આત્મા તેમ પાંચ મુનિઓ સહિત વજાનાભ મુનિ ઉત્કટવ્રતનું પાલન કરે છે. સંયમની સૌરભથી જગતને વાસિત કરતા તે દ્વાદશાંગીધારક મુનિને નહિ ઈચ્છયા છતાં આપોઆપ ખેંચાઈ અનેક લબ્ધિઓ થઈ. તપ, ત્યાગ અને કરૂણાના પ્રવાહથી તરળ બનેલ સુનિના શ્લેષ્મ વિગેરે સમગ્ર જગતના પ્રાણીઓના ભયંકર રોગોને નાશ કરનારા થયા. (ખેલૌષધિલબ્ધિ). તેમના પાદસ્પશે ભયંકર યાતનાથી પીડાતા માણસો નવીન તેજ પામી યાતના રહિત થવા લાગ્યા (આમષલબ્ધિ). વધુ શું? તે મુનિને સ્પશીને આવેલો પવન પણ જે માનવને સ્પર્શતે તે માનવ રેગ રહિત અને શુદ્ધ પરિણામવાળો બનતે. (સષિધિલબ્ધિ. આ ઉપરાંત અનેક જાતની શકિતઓ વજાનાભ મુનિને પ્રગટ થઈ એક પદ સાંભળવા માત્રથી તે આખા ગ્રંથને કહી શકતા. (પદાનુસારિણીલબ્ધિ). વજા જેવા ભારે અને રૂ જેવા હલકા શરીરને ધારે તે તે કરી શકતા, પાત્રમાં પડેલા અલ્પ ભેજનથી સેંકડો મુનિને જમાડી શકતા. કર્મરાજા જેમ રાજાને રંક અને રંકને રાય કરે તેમ મુનિ સર્વ કરી શકતા. આમ સત્યાવીસ વિગેરે અનેક શકિત છતાં તે શકિતને ઉપગ તે સુનિ કદાપિ કરતા ન હતા. સ્વાભાવિક છે કે જગતમાં ન ઈચ્છે તેને જ વસ્તુઓ મળે છે. વજનાભ મુનિ શકિતઓ–લબ્ધિઓના પાદુર્ભાવથી અટક્યા નહિ. તેમણે તો સવિ જીવ કરું શાસન રસી” ની ભાવનાને દઢ કરી ૧ અરિહંત ૨ સિદ્ધ ૩ પ્રવચન ૪ આચાર્ય ૫ સ્થવિર ૬ ઉપાધ્યાય ૭ સાધુ ૮ જ્ઞાન ૯ દર્શન ૧૦ વિનય ૧૧ ચારિત્ર ૧૨ બ્રહાચર્ય ૧૩ સમાધિ ૧૪ ત૫ ૧૫ દાન ૧૬ વૈયાવચ્ચ, ૧૭ સંયમ ૧૮ અભિનવજ્ઞાન ૧૯ શ્રુતપદ અને ૨૦ તીર્થ પર એ વીસે પદની આરાધના કરી. આ વીસ પદમાંથી એક પદની પણ ઉત્કટ ભાવે આરાધના કરવામાં આવે તે સર્વ જીવના કલ્યાણની ભાવનાને જંખતાં તીર્થંકરપદ ને જીવ મેળવી શકે છે વજનાભમુનિએ વસે પદની આરાધના કરી તીર્થકર પદ નામ કમને બંધ કર્યો. અગિયાર અગને ધારણ કરતા બાહમુનિએ સાધુઓની ગોચરી જ આવશ્યકસૂત્રમાં વાતાભ મુનિને બાર અંગના ધારક અને બીજા ચાર સુનિને અગિયાર અંગના ધારક જણાવેલ છે. જુઓ આવશ્યક નિર્યુકિત પૃષ્ઠ ૧૩૩ “તા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy