________________
૨૨૨
લઇ બ િશલાકા પુરુષ, ગૌતમસ્વામિએ ભગવાન પાસે આવી પ્રદક્ષિણા દઈ' ભગવાનને વાંધા. અને પંદરસે તાપસોને કેવળીપર્ષદામાં જતા દેખી તેમને કહ્યું “ભગવાનને વંદન કરે.” ભગવાને કહ્યું ગૌતમ! પંદરસે એને કેવળજ્ઞાન થયું છે.”
ભગવાન શીષ્યકાળમાં રાજગહ પધાર્યા. અહિં કાલેદાયી, શેલદાયી વિગેરેએ ભગવાન સાથે પંચાસ્તિકાચની ચર્ચા કરી અને ભગવાને યુકિત ચુકત ઉત્તર આપ્યા. કાલેદાયીએ ભગવાન પાસે દીક્ષા લીધી. અને અગિયાર અંગ ભણું સ્વચ સાધ્યું. (ભગવતી શતક સાતમું, ઉદ્દેશે ૧૦ મે.) ,
તેમજ આ વર્ષમાં ઉદઠ પઢાલ સાથે ત્રસ જીવોની હિંસા સંબંધી અને પ્રાણ સંબંધી ગૌતમસ્વામિ સાથે ચર્ચા થઈ. આ ઉદક પઢાલ ભગવાન પાર્શ્વનાથના સંતાનીય હતા. ગૌતમસ્વામિ સાથેની ચર્ચા બાદ તેમણે પંચ મહાવત સ્વીકાર્યા. ભગવાનનું આ ચોમાસું નાલન્દામાં થયું. પાંત્રીસમું વર્ષ. સુદર્શન શ્રાવકના પ્રશ્નો અને ગૌતમસ્વામિને મિચ્છામિ દુક્યું. - "
ચેમાસું પૂર્ણ થયા બાદ ભગવાન વાણિજ્યગ્રામમાં પધાર્યા. આ ગામમાં સુદર્શન નામે એક શેઠ રહેતું હતું. તે કેની સાથે પર્ષધામાં આવ્યો. અહિં તેણે ભગવાનને સાગરોપમ–પાપમ વિગેરે સંબધી પ્રશ્નો પૂછી મનનું સમાધાન મેળવ્યું. તેમજ તેણે પિતાનો પૂર્વભવ જાણુ ભગવાન પાસે દીક્ષા લીધી. અને બાર વર્ષ દીક્ષા પાળ્યા બાદ મુક્તિપદ મેળવ્યું.
ગૌતમસ્વામિએ આનન્દને મિચ્છામિ દુક્કડું દીધું હતું તે પ્રસંગ આ વર્ષમાં બન્યો હતે. એક વખત ગૌતમરવામિકેલ્લાગ સંનિવેશમાં પધાર્યા. ત્યાં આનદ ગૌતમસ્વામિને કહ્યું
હે ભગવંત! મને ઉપર સૌધર્મ કલ્પ સુધી, નીચે લલુકા નરકાવાસ સુધી અને પૂર્વ દક્ષિણ, પશ્ચિમમાં લવણસમુદ્રમાં પાંચસે જે જન સુધી અને ઉત્તરદિશામાં કુલ હિમવંત પર્વત સુધીનું અવધિજ્ઞાન છે. ગૌતમસ્વામિએ કહ્યું “શ્રાવકને આટલું મોટું અવધિજ્ઞાન હોઈ શકે નહિ.” ગૌતમસ્વામિ ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાનને આનન્દના અવધિજ્ઞાનની વાત કહી. ભગવાને આનન્દની વાત સાચી જણાવી. ગૌતમસ્વામિ, આનન્દ પાસે ગયા. અને તેને મિચ્છામિદુક્કડે દીધા. પાંત્રીસમા વર્ષનું, ચાતુમસ, ભગવાને વૈશાલીમાં કર્યું,
, ' , ' , છત્રીસમું વર્ષ.
વૈશાલિના ચાતુમાસ બાદ ભગવાન સાકેતપુર પધાર્યા. અહિં કિતરાજને દક્ષિા આપી. આ કિરાતરાજ કેટી વર્ષ નામના નગરને અતિસમૃદ્ધ રાજા હતા. તે સાકેતપુરના રાજાને અતિથિ બન્યું હતું. તેવામાં ભગવાન સાકેતપુર પધાર્યા. લેકની સાથે કિરાતરાજ ભગવાનના સમવસરણમાં આવ્યા. તે ભગવાનની દેશના સાંભળી વેરાય પાપે. અને