________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.*
અનલગિરિ હાથી મેકલ્યો. પચીશ અને તેણે હાથણને દેખી પણ માર્ગમાં વેગવતીના કુટેલા મૂત્રઘડાએ તે હાથીને રેકો, આમ ચાર ઘડા રસ્તામાં ફેડી ઉદાયન હાથી અને હાથણીનું અંતર પાડી પોતાના નગરમાં આવ્યો. અનલગિરિ પાછો આવ્યો. ચડપ્રોત ધુંવાપૂવા બન્યો પણ મંત્રીએ સમજાવ્યું કે પુત્રી તમારે પરણાવવાની તે છે જે તે શા માટે ઉદાયનને જમાઈ તરીકે માની સત્કાર નહિં?” ચંપ્રદ્યોતને ક્રોધ શાંત થયો. તેણે ઉદાગ્નને જમાઈ તરીકે સ્વીકાર્યો.
એક વખતે ઉજજૈનમાં આગ લાગી અને મરકી થઈ. આ બનને ઉપદ્ર અભય કુમારની બુદ્ધિથી શમ્યા અહિં પણ રાજાએ બીજા બે વરદાન આપ્યાં. આ પછી અભય કુમારે આ ચારે વરદાન સામટાં આ રીતે માંગ્યાં “તમે તમારા પ્રિય અનલગિરિ હાથી ઉપર મહાવત થઈ બેસે, હું પાછળ અંબાડીમાં તમારી રાણી શિવાદેવીના ખોળામાં બેસું અને અગ્નિભીરૂ રથને ભાગીને તેના લાકડાની ચિતા સળગાવે. તેમાં આપણે ચારે જણ પ્રવેશ કરીએ.” રાજા આ સાંભળી સ્તબ્ધ બન્યો. તેણે અભયકુમારને છોડી મુક્યો, પણ અભયકુમારે કહ્યુ “મને તે તમે છેતરી પકડી લાવ્યા હતા પણ હું તમને ધોળે દિવસે ભર બજારે પકડી જઈશ.” તે ધ્યાન રાખજે.
અભયકુમાર પિતાના દેશ આવ્યા પછી તે વેપારીને વેષ લઈ બે વેશ્યા પુત્રીઓને સાથે લઈ ઉચિનીમા રાજમાર્ગ ઉપર ઘર ભાડે રાખી રહ્યો. એક વખત ચંડપ્રદ્યોત તે રસ્તેથી પસાર થયો તેણે તે બે સુંદરીઓને જોઈ તેમની પાસે એક દૂતીને મેકલી. દૂતીને તેઓએ તિરસ્કાર કરી કાઢી મૂકી. બીજે દિવસે ફરી દૂતી આવી તે વખતે પણ તેઓએ કાંઈક ધીમેથી પણ રોષ પૂર્વક કાઢી મૂકી ત્રીજે દીવસે આજીજી કરતી હતીને તેઓએ , કહ્યું “આજથી સાતમે દિવસે અમારે ભાઈ બહારગામ જનાર છે તે વખતે રાજાએ ગુપ્ત રીતે આવવું.”
અભયકુમારે ચંડપ્રદ્યોતના જેવી આકૃતિવાળા એક માણસને બનાવટી ગાર્ડ બનાવી રાખ્યો અને તેનું નામ પ્રદ્યોત પાડયું. અભયકુમાર રેજ તેને માન્યામાં નાખી વૈદ્યને ત્યાં - લઈ જતો તે વખતે પેલે ગાડો માણસ બૂમો પાડતો કે “હું પ્રોત છું. મને આ હરી જાય છે. પકડો! પકડે! બચાવે ! બચાવ 1' લેકે આ વસ્તુથી ટેવાયા. સાતમા દિવસે ચંપ્રત ગુપ્તપણે અભયકુમારના ઉતારે આવ્યો. અભયકુમારના સુભટેએ તેને બાંધી માચામા ' નાખ્યો અને ઘોળે દિવસે શહેરની વચ્ચે થઈને લીધે ચંડપ્રદ્યોતે ઘણું બૂમો પાડી પણ
કે એ માન્યું કે “ગાડે પ્રદ્યોત બૂમ પાડે છે.” અભયકુમાર ચંડપ્રોતને રાજગૃહી લઈ " ગયો અને ત્યારપછી તેને તેણે છેડી મૂકયો. કઢિઆરે.
એક વખત કોઈ કઠિયારાએ સુધર્માસ્વામિ પાસે દીક્ષા લીધી. જ્યારે તે ભિક્ષા - માગવા નીકળે ત્યારે કે તેની મશ્કરી કરતા. અભયકુમારને આ વાતની ખબર પડી. તેણે રાજમાર્ગમાં રનને ઢગલે કરાવ્યો અને જણાવ્યું કે જે સ્ત્રીને, સચિત્તવરતુને કે -