SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થસ્થાપન બાદ 1 ૧૯૭ પ્રથમ આનંદ શ્રાવકે કેશલમાં સુમનભદ્ર, સુપ્રતિક જેવા બીજા અનેકને દીક્ષા આપી ભગવાન વાણિજ્ય ગામની બહાર ફુઈપલાશચત્યમાં પધાર્યો આ વાણિજ્યગ્રામમાં આનંદ નામે એક ગૃહપતિ રહેતો હતો. તેને શિવાનંદા નામે ભાર્થી હતી આનદ ગૃહપતિએ ચારક્રોડ સોનૈયા ભંડા૨માં, ચારકોડ વ્યાજમાં અને ચારકોડ વ્યાપારમાં ક્યા હતા. દશ હજાર ગાનું એક ગેકુળ તેવાં દશ ગોકુળ તેની પાસે હતાં ભગવાનનું આગમન સાંભળી આનંદ ગૃહપતિ સમવસરણમાં આ દેશનાબાદ તેણે બારવ્રત સ્ત્રી સહિત સ્વીકાર્યો. આનંદ ગૃહપતિએ ગૃહસ્થ અવસ્થામાં જ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રાવકની અગ્યાર પ્રતિમાઓને વહન કરી. આમ આનદ શ્રાવક વીશ વર્ષ શ્રાવક ધર્મ પાળી મારણાન્તિક લેખના પૂર્વક મૃત્યુ પામી સૌધર્મકપમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી ગ્લવી આનંદને જીવ મહાવિદેહમા જન્મી સિદ્ધિગતિને પામશે. ભગવાને આ ચોમાસુ વાણિજ્ય ગ્રામમાં પસાર કર્યું, સેળયું વર્ષ - વાણિજ્યગ્રામથી વિહાર કરી રાજગૃહીના ગુણશેલ ચૈત્યમાં ભગવાન પધાર્યા. બારે પર્ષદા એકઠી થઈ. ગૌતમ સ્વામીએ ભગવાનને કાળનું સ્વરૂપ પૂછયું. ભગવાને સમયથી માંડી સાગરોપમ સુધીનો કાળ તથા છ આરાનું સ્વરૂપ સમજાવ્યું. અહિં શાલિભદ્ર અને ધન્ય દીક્ષા અંગીકાર કરી. ધન્નાશાલિભદ્રનું વૃત્તાંત, ગજગૃહ નગરની નજીકના શાલિગામમાં ધન્યા નામની ગોવાલણને સંગમક નામનો એક પુત્ર હતે. સંગમક કેનાં હેર ચેરી નિર્વાહ કરતે. એક દિવસે ઉજાણીના પ્રસંગે બીજા છોકરાઓને ખીર ખાતા જોઈ સંગમકે માતા પાસે ખીરની માગણી કરી માતા પડોશીને ત્યાંથી દુધ ચોખા લાવી ખીર બનાવી થાળમાં કાઢી લેકેના ઘરકામમાં થાઈ આ અરસામાં માસખમણની તપશ્ચર્યાવાળા મુનિ વહોરવા પધાર્યા. સંગમકે બધી ખીર સુનિના પાત્રમાં વહરાવી. અને તે પોતાની જાતને ધન્ય માનતો મુનિ તરફ નિરખી રહ્યો. ડીવારે માએ ઘેર આવી છોકરાની થાળી ખાલી દેખી બીજી ખીર આપી સંગમકે ઠાંસી ઠાંસીને ખીર ખાધી. રાત્રે અજીર્ણ થયું અને મૃત્યુ પામી સગમક રાજગૃહનગરમાં ગંભદ્ર શેઠને ત્યાં ભદ્રાની કુક્ષિમાં શાલિભદ્ર નામે ઉત્પન્ન થયો. શેઠે તેને યૌવન વય થતા બત્રીશ કન્યાઓ સાથે પરણાવ્યો. શેઠ મૃત્યુ પામી દેવલેકે ગયા. શાલિભદ્ર માતાની દેખરેખ તળે સુખ ભોગવવા લાગ્યો. એક વખત કે પરદેશી વેપારી રત્નકંબળ લઈ રાજગૃહી આવ્યો. રાજાએ ઘણું કિંમત જોઈ રત્નકંબળ ખરીદી નહિ, પણ જ્યારે ચેલાએ રત્નકંબળની હઠ લીધી ત્યારે શ્રેણિકે વેપારીને પાછો બેલા અને કહ્યું કે એક રન કંબળ આપ.” વેપારીએ કહ્યુ “મેં સોળે કાળો ભદ્રા શેઠાણીને આપી છે.” રાજાએ સેવકને શેઠાણી પાસે મોકલ્યો. અને કિંમત આપી એક ૨૫
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy