________________
તીર્થસ્થાન બાદ ]
અને બાકીનું વધેલું ખાઈ પિતાને નિર્વાહ કરતે. કાળક્રમે બ્રાહ્મણ મરી સેચનક હાથી થ અને નકર મુનિઓને વહરાવવાના પ્રભાવથી મૃત્યુ પામી નદીણકુમાર થયો.
આ નદિષેણ કુમારે એક વખત ભગવાનની દેશના સાંભળી અને તેથી તેને વૈરાગ્ય ભાવના જાગી. મહામુશ્કેલીથી શ્રેણિકરાજાની અનુમતિ મેળવી તે ભગવાન પાસે દીક્ષા લેવા જાય છે તેવામાં આકાશવાણું થઈ કે “હે નાદિષેણ ! તું દીક્ષા લેવાની ઉતાવળ ન કર તારે હજી ભેગાવળી કમ બાકી છે, તું દીક્ષા પાળી શકીશ નહિં. નદીષેણે આકાશવાણીની દરકાર ન રાખી અને તેણે ભગવંત પાસે જઈ દીક્ષા લીધી. દીક્ષા બાદ તેણે ઘેર તપશ્ચર્યા આરંભી. શમશાન અને શૂન્ય ગૃહમાં કાઉસગ ધ્યાને રહેવાનું રાખ્યું. ભર ઉનાળામાં આતાપના લેવા માંડી. પણ વિકારદશા પજવવા માંડી. આ વિકારદશાથી બચવા તેણે ગળે ફાંસો ખાઈ મરવાના અને અગ્નિમાં પડી દેહ ત્યાગ કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે સર્વે તેના દેહને ઘર ન કરાવી શક્યા. તપત્યાગ શેષિત નદિષણ એક વખત એક ઘરે આવી ધર્મલાભાથા , ઘરમાથી જવાબ આવ્યો “મહારાજ! અમારે અર્થ લાભ જોઈએ. આ ઘર વેશ્યાનું છે”નદિષેણે એક તૃણ ખેંચીને લબ્ધિથી રત્નને ઢગલો ત્યારે ત્યાં કર્યો, વેશ્યા આશ્ચર્ય ચકિત થઈ મુનિ સામે નિહાળે છે તેટલામાં સુનિ બહાર નીકળ્યા. વેશ્યા દોડી વચ્ચે પડી અને કહેવા લાગી “પ્રાણનાથ ! આપ ન જાવ, આ ઘર આપવું છે. સુખે ભેગ ભેગ. સંદિપેણ ચલિત થયા અને વિચાર્યું કે “દેવવાણી અન્યથા નહિ થાય. તેણે વેશ્યાને કહ્યું “ભલે અહીં રહીશ પણ રોજ દશજણને પ્રતિબોધ કર્યો શિવાય ભજન નહિ લઉં” વેશ્યાએ સારું કહી સુનિને પોતાને ઘેર રેકયા.
આ ક્રમ કેટલીક વખત ચાલ્યું. નદિષણ વેશ્યાને ત્યાં આવનારમાંથી દશને પ્રતિ બધી દીક્ષા લેવા મોકલતા. એક વખત વેશ્યા વારે ઘડી ભેજન માટે નદિપેણને બોલાવવા લાગી. નંદિષેણે કહ્યું “નવ પ્રતિબોધ પામ્યા છે. આ દેશમાં કેમે કરી પ્રતિબંધ પામતું નથી. તેને પ્રતિબોધી હમણાં આવું છું.' ડીવારે વેશ્યા આવી. અને કહેવા લાગી કે રસોઈ કરી જાય છે. જમવા પધારે.નંદિષેણે કહ્યું “દશમો કોઈ પ્રતિબોધ પામતે નથી શી રીતે ભોજન કરવા આવું? વેશ્યાએ હસીને કહ્યું “દશમા આપ બને.”-દિBણ ચમક્યા. તર્ત વેશ્યાનું ઘર છોડી ભગવાન પાસે આવ્યા. પાપનું પ્રાયશ્ચિત્ત લીધુ અને ફરી દીક્ષા લઇ શુદ્ધ ચારિત્રપાળી દેવગતિ પામ્યા.
આમ રાજગૃહમાં ભગવાન પાસે મેઘકુમાર, નંદિપેણ વિગેરેએ દીક્ષા લીધી અને અભયકુમાર, સુલસા વિગેરેએ શ્રાવક વ્રત લીધાં. તેરમુ ચાતુમસ ભગવાને રાજગૃહમાં અનેક લેકે ઉપર ઉપકાર કરી પસાર કર્યું ચાદમું વર્ષ.
રાજગૃહીથી વિહાર કરી ભગવાને પોતાની જન્મભૂમિ તરફ પ્રયાણ કર્યું. અને બ્રાહ્મણકુંડ ગામની બહાર બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. બારે