________________
૧૫૮
[ લઘુ ત્રિશષ્ટિ શલાકા પુરુષ અડધભાગ લાગે તે ઠીક કર્યું પણું તું બીજો અડભાગ લાવીશ તે હું તને એ બે ભાગ એવી સરસ રીતે જોડી આપીશ કે જેની કિમત એક લાખ સોનામહોર ઉપજશે ભગવાન નિસ્પૃહ છે તું ફરી જા અને બીજા અર્ધાભાગની માગણી કર, તે તને જરૂર આપશે?” બ્રાહ્મણ પાછે આ પણ શરમને માર્યો તે માગી ન શક્યો અને ભગવાનની પાછળ પાછળ વસ્ત્ર લેવાની ઈચ્છાએ ફરવા લાગ્યા
ભગવાનના શરીર ઉપર દેએ દીક્ષા મહોત્સવ વખતે સુગંધી દ્રવ્યાને લેપ કયી હતું તેથી અનેક ભમરાઓ તેમના શરીર ઉપર ચોંટી ડંખ દેવા લાગ્યા. તેમજ કેટલાક લેકે ભગવાન પાસે સુગ ધી દ્રવ્યની માગણી કરતા પણ જ્યારે તે બીલકુલ ઉત્તર ને આપતા ત્યારે તેમની પ્રત્યે ખીજાઈ અનેક પ્રકારના ઉપદ્રવ કરતા ભગવાનનું અદભુત સ્વરૂપ અને સુગ ધી શરીર દેખી કામવિવળ બનેલી સ્ત્રીઓ વિષયની માગણી કરતી આમ કેવલ શરીરધારા અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગોને સહન કરતા ભગવાન દીક્ષાના દિવસે જ બે ઘડી દિવસ બાકી હતું તે વખતે મારામ આવી પહોંચ્યા અને નાસિકા ઉપર નેત્ર રાખી કાઉસગ ધ્યાન આરંવ્યું. આ અરસામાં એક ગોવાળ ભગવાન પાસે આવ્યે અને કહેવા લાગ્યો કે, “હે સાધુ! આ બળદ સાચવજે. હું હમણું ગામમાં જઈ પાછા આવું છું " ભગવાન મૌન રહ્યા. ગોવાળ ગામમાં જઈ પાછો આવ્યો ત્યારે તેણે ધ્યાનસ્થ ભગવાનને જોયા પણ પોતાના બળદ ન દીઠા તૈણે ભગવાનને પૂછયું: “હે મુનિ ! મારા બળદ કયાં ગયા?’ આમ બે ત્રણવાર પૂછયા છતાં કાંઈ જવાબ ન મળવાથી તેણે માન્યું કે આ મુનિ કઈ જાણતા નથી. આથી તે આખા જંગલમાં આખી રાત રખડયો અને બળદને ચારે બાજુ શોધ્યા છેવટે જ્યારે તે મળસ્કે ભગવાન પાસે આવ્યો ત્યારે તેણે ફરતા ફરતા ભગવાન પાસે આવી ઊભેલા પિતાના બળદોને જોયા વાળને ફોધ ચઢયો. તે બોલી ઊઠયો. “આ સાધુએ મારા બળદ અહીં ચરે છે તે જાણવા છતાં ન કહ્યું. તેણે હાથમાં દેરડું લીધું અને ભગવાન ઉપર પ્રહાર કરવા દેવો. તેટલામાં તેના હાથ પગ અને રેરડું સ્થિર થયું. તેણે સામે ઈન્દ્રને જે ઈન્ડે કહ્યું: “મૂરખ ! આ મહામુનિ કેણું છે' તે તું જાણે છે? તે સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાન કુમાર દીક્ષિત થઈ અહીં કાઉસગ્ન ધ્યાન કરી રહ્યા છે” ગોવાળ નભ્ય અને અપરાધ બદલ તેણે ઈન્દ્ર સમક્ષ મારી માગી. * આ પછી ઈ ભગવાનને કહ્યું “હે પ્રભુ! આપને મારવર્ષ સુધી અનેક પ્રકારના ઉપસર્ગો થશે જે આપ આજ્ઞા આપે તે હું આપની વૈયાવચ્ચ માટે રોકાઉં.” ભગવાને કાઉસ પારી કહ્યું: “ઈન્દ્ર! આવું કઈ દીવસ બન્યું નથી અને બનશે પણ નહિં તીથ - કરે કેઈ દેવ, દાનવ કે ઈન્દ્રની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરતા નથી તેઓ પિતાના બલ, વીર્ય, પરાક્રમ અને પુરૂષાર્થથી કેવળજ્ઞાન મેળવી મોક્ષને પ્રાપ્ત કરે છે.” ભગવાને ના કહા છતાં ભકિતવશ થઈ ઈન્દ્ર સિદ્ધાર્થ નામના વ્યંતરને પ્રભુને થનાર પ્રાણાંત ઉપસર્ગ વખતે ધ્યાન રાખવાની આજ્ઞા કરી સ્વસ્થાને ગયે
બીજે દિવસે ભગવાને વિહાર કર્યો અને કુમારગ્રામથી કલ્લાકે સન્નિવેશમાં પધાર્યા