SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [ લઘુ ત્રિશાઇ શલાકા પુરુષ જ્ઞાનથી ભગવાનને શાળાએ જતા જોઈને આશ્ચર્ય પામી છે, “ત્રણ જ્ઞાનના ધણુ ભગવાન નિશાળે ભણવા જાય છે, અહા! ભગવાન કેવા ધીર ગંભીર છે કે જેમણે તેમના માતાપિતાને પણ તેમના જ્ઞાનની સમજ પડવા દીધી નથી. તેણે તત વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને તે પણ ભગવાનના શાળા જવાના મહેસવમાં જોડાશે. ઉપાધ્યાયની સમક્ષ આ બ્રાહ્મણે ઉપાધ્યાયના મનમાં રહેલા વિવિધ કુટ પ્રશ્નો પૂછડ્યા. વીરભગવાને સર્વ ઉત્તર આપ્યા અને અહીં જિતેન્દ્ર વ્યાકરણ બન્યું ઉપાધ્યાય ચમક ને વિચારવા લાગ્યા કે, “નિશાળે બેસવા આવતે રાજકુમાર ભણ્યાવિના આવા કઠિન ઉત્તર આપે છે તેને હું શું ભણાવવાને હો?’ તેવામા ઈન્ડે કહ્યું: “આ કેઈ સામાન્ય બાળક નથી પણ ધીરગભીર ત્રણજ્ઞાનવાન ચોવીશમાં તીર્થકર મહાવીર છે. ઉપાધ્યાય નમે. અને માતાપિતા પરિજન સાથે તેમને લઈ ઘેર પાછા ફર્યા ગ્રહવાસ, માતાપિતાનું સ્વગમન અને દીક્ષા , ભગવાન યૌવનવયને પામતાં સાલહાથની કાયાવાળા થયા આ અસ્સામા સમરવીર સામન્તની પુત્રી યશોદાને લઈ તેના મંત્રીઓ સિદ્ધાર્થ પાસે આવ્યા. અને નમીને કહેવા લાગ્યા “અમારે સ્વામી પિતાની પુત્રી યશોદા મહાવીરને આપવા ઇચ્છે છે. સિદ્ધાર્થે આ વાત ત્રિશલા દેવીને કહી. તેમણે ભગવાનને કહ્યું કે આટલી અમારી ઈચ્છા પૂરીશ્વર, તે મારું વચન કેઈ દિવસ ઉલંઘણું નથી ” ભગવાન મૌન રહ્યા. આ પછી ચોદાની સાથે માતપિતાની ઈચ્છા મુજબ લગ્ન કર્યા જ આ ચશોદાથી ભગવાનને પ્રિયદર્શના નામની પુત્રો થઈ અને તેનાં લગ્ન ભગવાન મહાવીરની બહેન સુદીનાના પુત્ર જામાલ સાથે કરવામાં આવ્યા ભગવાન અઠયાવીશ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા મૃત્યુ પામી અમ્રુત દેવલેકે ગયાં ભગવાને તેને ગર્ભમાં લીધેલ અભિગ્રહ પૂરો થયો હોવાથી નદીવનની પાસે દીક્ષા લેવાનો વિચાર જણ ન દીવને કહ્યું: “ક્ષત ઉપર ક્ષારની પિઠેઆવું વચન બોલી: હે ભાઈ! અમને વધુ દુખ ઉત્પન્ન ન કરે, માતાપિતાને વિયોગ હજી વિસારે પડ નથી ત્યાં તમે અમને છોડી દેવા માગે છે બે વરસ સુધી આ સંબંધી કશી વાતચીત કરશે નહિ” ભગવાને કહ્યું: “ભલે બે વર્ષ સુધી હું કાઈ નહિ કહું પણ મારે માટે કોઈપણ જાતને આરંભ સમારંભ કરશે નહિ હવેથી હું તમારો આગ્રહથી ઘરમાં રહીશ પણ પ્રાસુક અન્નજળ લઈશ અને શૃંગારના સર્વ સાધનો ત્યાગ કરીશ આ પછી ભગવાન ગૃહસ્થ જીવનમાં રહ્યા છતાં સાધુની પેઠે પિતાનું જીવન પસાર કરવા લાગ્યા. છેલ્લા વર્ષે કાન્તિક દેએ ભગવાનને--હું નાથ-તા-ઝવતી વિપ્તિ કરી આ પછી ભગવાને સંવછરી દાન દેવું આરંભર્યું અને દીક્ષા માટેની તૈયારી કરી. . ભગવાને સુવર્ણ, રૂપું, ધન, ધાન્ય, સ્ત્રી પરિવાર અને રાજ્ય, સર્વ ત્યાગ માગશર ક દિગબર સંપ્રદાય ભગવાન મહાવીરને અવિવાહિત માને છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy