________________
શ્રી પાર્શ્વનાથાય નમઃ
શ્રી લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ ચારિત્ર
પહેલું પર્વ
--
--
--
મંગલ
જેમને વાણીરૂપ અમૃતથી જીતાયેલ ઈક્ષુરસપારણાને વિષે મળ્યો. તે કલ્યાણ લક્ષ્મીના સ્થાનરૂપ શ્રી કષભદેવ ભગવાન જયવતા વર્તો.
જેમના નામના ધ્યાનથી સાધ્ય વસ્તુના વિહ્વો નાશ પામે છે તે શાન્તિનાથ ભગવાન જિનેશ્વરની ભક્તિવાળા ભવ્યજીના વિશિને નાશ કરનારા થાઓ.
જે ભગવાનના ચરણકમળની સેવા સર્વ અર્થની સિદ્ધિને આપનાર છે તે શ્રી પાશ્વનાથ ભગવાનરૂપ શાશ્વત્ સૂર્ય કમલરૂપ મારા ઉદયને વિસ્તારે.
નિષષ્ટિ શલાકા પુરૂષ. ૨૪ તીર્થકર ભગવાન. ૧૨ ચક્રવત્તિ, ૯ વાસુદેવ. ૯ બળદેવ. ૯ પ્રતિવાસુદેવ એ રીતે કુલ ૬૩ ત્રિષષ્ટિશલાકા પુરૂ થાય છે.
૨૪ તીર્થકરનાં નામ. ૧ શ્રી ઋષભદેવ, ૨ શ્રી અજીતનાથ, ૩ શ્રી સંભવનાથ, ૪ શ્રી અભિનંદન સ્વામી, ૫ શ્રી સુમતિનાથ, ૬ શ્રી પદ્મપ્રભુ, ૭ શ્રી સુપાર્શ્વનાથ, ૮ શ્રી ચંદ્રપ્રભુ, ૯ શ્રી સુવિધિનાથ, ૧૦ શ્રી શીતળનાથ, ૧૧ શ્રી શ્રેયાંસનાથ, ૧૨ શ્રી વાસુપૂજ્યસ્વામી, ૧૩ શ્રી વિમળનાથ, ૧૪ શ્રી અનંતનાથ, ૧૫ શ્રી ધર્મનાથ, ૧૬ શ્રી શાંતિનાથ, ૧૭ શ્રી કુંથુનાથ, ૧૮ શ્રી અરનાથ. ૧૯ શ્રી મલ્લિનાથ, ૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી, ૨૧ શ્રી નેમિનાથ, ૩૨ શ્રી નેમિનાથ, ૨૩ શ્રી પાર્શ્વનાથ, ૨૪ શ્રી મહાવીર સ્વામી.
૧૨ ચક્રવત્તિના નામ. ૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનસ્કુમાર, ૫ શાંતિ, ૬ કુંથ,૭ અર, ૮ સુબૂમ ૯ પવ, ૧૦ હરિણ, ૧૧ જય, ૧૨ ખાદત્ત