________________
શ્રી બ્રહ્મદત્ત ચકવતિ ચરિત્ર ].
૧૨૩
એક જણ ક્ષેત્ર સમીપે આવેલા વડના ઝાઠ નીચે શીતળ છાયામાં સૂતો. તેવામાં તે વડના પોલાણમાંથી એક સર્ષ નીકળ્યો. અને તે સૂતેલાને પગે કરડ્યો. તે વખતે દેવગથી બીજો ભાઈ પણ ત્યાં આવ્યું. તેણે સપને જે. અને કહ્યું કે “અરે દુરાત્મન ! મારા ભાઈને હણીને તું કયાં જાય છે? ” એવાં તેના વચન સાંભળીને કોધિત થએલા સર્વે કુદીને તેને પણ ડંશ દીધો. બન્ને ભાઈઓ મૃત્યુ પામી બીજાભવમાં કાલિંજર નામના પર્વતમા હરિણીની કક્ષિમાં મૃગપણે ઉત્પન્ન થયા. અહિં પણ તેઓ પરસ્પર અતિસ્નેહ યુકત થયા. એકદા કોઈ શિકારીના બાણ પ્રહારથી મરણ પામીને ત્રીજાભવમાં ગંગા નદીના કિનારે હંસીની કુક્ષિને વિષે જોડલે હંસપણે ઉત્પન્ન થયા. તે ભવમાં પણ તેઓ પરસ્પર સ્નેહવાળા થયા. તેઓ ગંગા કિનારે રહેલા કમળના તંતુ ખાઈ પિતાનું જીવન પસાર કરતા હતા. તેવામાં કોઈક શિકારીએ તેમને મારી નાંખ્યા. ચોથા ભવે સાધુવેષની નિંદા કરવાના ફળથી કાશીમાં ભૂતદત્ત નામના ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂતિ નામે ઉત્પન્ન થયા. પૂર્વ ભવના સનેહને લીધે પરસ્પર તેઓ ખુબ પ્રેમવાળા બન્યા. આ સમયે વારાણસી નગરીમાં શંખ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નમુચિ નામે પ્રધાન હતે આ પ્રધાનને પટરાણી સાથે નેહ બંધાશે. અને તેથી બન્ને ગુપ્ત રીતે ભાગ ભોગવવા લાગ્યાં. રાજાને આની ખબર પડી. આથી તેણે પિતાનો ઉઠ્ઠાણું ન થાય તે બીકે ગુપ્ત રીતે નસચિને મારી નાંખવા ભૂતદત્ત ચંડાળને સેં. ભૂતદતે વિચાર કર્યો કે “મારા પુત્ર હશિયાર છે. પણ ચંડાળ હોવાથી તેને કોઈ ભણાવતું નથી. જે આ પ્રધાન જીવવાની ઈચ્છાએ ભણાવવાનું કબૂલ કરે તે હું તેને બચાવું. એમ વિચારી નમુચિને પિતાના મનની વાત કહી. તેણે ભણાવવાનું કબૂલ કર્યું. ચંડાળે તેને પિતાના ઘરના યરામાં ગુપ્ત રીતે રાખ્યો. અહિં તેણે ચિત્ર અને સંસ્કુતિને થોડા વખતમાં સકળ શાસ્ત્રના પારગામી બનાવ્યા. પરંતુ તેનો વ્યભિચારીપણાનો છેષ નહિ ગયેલ હોવાથી ચંડાળની સ્ત્રીની સાથે પ્યારમાં પડો. આ વાત જતે દિવસે ચંડળની જાણમાં આવી. તેણે નમુચિને મારી નાંખવાનો નિર્ણય કર્યો. પણ ચિત્ર અને સંભૂતિને આની ખબર પડતાં નમુચિને નસાડી મૂકો. નમુચિ ત્યાંથી નાસી હસ્તિનાપુર આવ્યું. અને સનસ્કુમાર ચક્રીને ત્યાં પ્રધાનપણે રહ્યો.
આ બાજુ ચિત્ર અને સંભૂત બીજી કલાઓ સાથે સંગીતકલામાં પણ પ્રવીણ થયા હતા. એક વખત આ બન્ને ભાઈઓ હાથમાં વીણા લઈ નગરના ચેકમાં સંગીત કરવા લાગ્યા. એમના નાદે નગર ગાડુ બન્યું. કેઈએ તેમની નાતજાત જોઈ નહિ અને જેમ વાંસળીના અવાજે હરણીયા ભેગાં થાય તેમ નગરની ઓઝલ રહેનારી સ્ત્રીઓ પણ ઘરના કામકાજ મુકી તેમનું સંગીત સાંભળવા આવવા લાગી. લેકનાં ટેળેટેળાં તેમની પાછળ ઉલટવા લાગ્યાં. આથી પવિત્રપરાયણ અને આભડછેટથી બીનારા લોકેએ રાજાને વિનતિ કરી કે હે દેવ! આ બે ચંડાળાએ ગીતથી આકષી સર્વ નગરને મલિન કર્યું છે. રાજાએ આથી તેમને નગરમાં નહિ પેસવાનો હુકમ આપે.
ચિત્ર સંભતિને રાજાનો હુકમ ઘણું આકરો લાગ્યો પણ તેમાં તેમને ઉપાય ન હતો. એક દિવસ વણારસીમાં કૌમુદિ મહોત્સવ હતું. લોકેના ટોળે ટોળાં ગીતગાન