________________
૧૧૦
લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ,
શું મારૂં સદ્દભાગ્ય! ખરેખર દેવ સરખા છે. રથમાં નેમિકુમાર હતા. તેમની આસપાસ સાજનમાં શ્રીકૃણ, સમુદ્રવિજ્ય વિગેરે તેજસ્વી પુરૂષ હતા. તેવામાં એક સખી બેલી
ચંદ્રાનના ! વર આમ તે ઘણે સુંદર છે પણ રંગે કાળે છે” “ પ્રિયચના ! બીજા ગુણે તે પરિચયે જણાય પણ પ્રથમ તે રંગજ જે જોઈએ ને?” રાજીમતિએ કહ્યું ”
ચતુર થઈ કેમ ભૂલે છે? શ્યામ અને કાળી વસ્તુઓના ગુણે સરખાવશે તે શ્યામ જ ઉત્તમ જણાશે. કેશ, કસ્તુરી, કીકી અને કાળી જમીન હંમેશાં વખાણવા લાગ્યા છે.” ત્યાં તે બન્ને જણાએ ઉપહાસ કરતી બેલી કે “ જુઓને! રાજમતીને કેટલે રાગ છે. તેના વરની આપણે મશ્કરી કરીએ તે પણ સહી શકતી નથી.'
આ બાજુ રથમાં બેઠેલ નેમિકુમારે સારથિને પૂછયું કે “સામું ઉજવળ મોટું મંદિર કેતુ છે? સારથિએ કહ્યું “સ્વામિ! એ મંદિર આપના સસરા ઉગ્રસેનનું છે. અને સામે પ્રાસાદમાં બેઠેલ ત્રણ બાળાઓમાં વચ્ચે રામતી અને બે પડખે તેની બે સખીઓ છે. “એ તે ઠીક પણ આ પશુઓનો પિકાર શા માટે છે ?'સારથિએ કહ્યું “ ભગવાન! તમારા વિવાહમાં ભેજન સામગ્રી માટે તેઓને એકઠાં કરવામાં આવ્યાં છે. રથને પશુએના સ્થાન તરફ ફેર. ત્યાં તે નેમિકુમાર પાસે પ્રાણની યાચના કરતાં પશુએ દીન મુખે જોઈ રહ્યાં. નેમિકમારે પશુપાલકોને કહ્યું “પશુઓ છેડી દે” અને સારથિને કહ્યું તું તારે રથ પાછો વાળ! મારે લગ્ન નથી કરવાં. જ્યાં સેંકડો જીની હિંસા હોય અને પ્રાણીઓ દુઃખી થતાં હોય તે લગ્ન કરીને મારે શું કામ છે. સમુદ્રવિજયશિવાદેવી અને દશાહે રથ પાસે ફરી વળ્યા અને કહેવા લાગ્યા કે હે પુત્રી અહિં સુધી આવી પાછા વળશે તેમાં શું સારું લાગશે” વ્હાલા પુત્ર! બીજું કાંઈ નહિ, તે એક વખત પરણી તારી વહૂનું મુખ મને દેખાડી નેમિકુમારે કહ્યું “પશુઓ બંધનથી બંધાએલાં છે. હું કર્મથી બંધાએલો છું. હું તેમને શું છુટાં કરું? પણ મારે પિતે જ છુટા થવાની જરૂર છે. • માતા હું વહૂનું મુખ જરુર બતાવીશ. પણ મારે જે રાગીમાં રાગી હોય તેવી માનવ વહૂ જોઈતી નથી પણ મારે તો વિરાગીમાં રાગવાળી હોય તેવી મુકિત વહુ જોઈએ છે. અને તે તે દીક્ષા વિના મળે તેમ નથી. શિવદેવી મુ પામ્યા. કાન્તિક દેએ હ નાથ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તી કરી.
આ તરફ સમાચાર પહેંચ્યા કે નેમિકુમારે રથ પાછો વાળ્યો.” પવનથી વૃક્ષ જમીન ઉપર પટકાઈ પડે તેમ રાજીમતી મૂછ ખાઈ ભેંય પર પડી. થોડીવારે સંજ્ઞા પામી બાલવા લાગી કે “હે યાદવકુમાર! જે ખરેખર ફોડપતિવાળી ગુણિકા મુક્તિમાંજ. તમારે રાગ હતો તે અહિં સુધી આવી મને શા માટે વગોવી? નેમિકુમાર! ઉત્તમ પુરૂષોની મર્યાદા તે સ્વીકાર કરેલ વસ્તુને પાળવામાં છે. લગ્ન કબુલી અહિં આવી તરછોડવામાં, તમે યાદવકુળની મર્યાદા શું સાચવી છે?' પ્રિયાનના સખી બેલી બહેન! તું રંડી અમને રડાવ નહિ. જગતમાં કહ્યું છે કે “વિધાતા ભૂલે તો “જા વિ& થામ” કાળ