________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
કે કપટથી બહાર નીકળેલ વસુદેવ તમને નમન કરે છે. સમુદ્રવિજય તરત ભાઈ! ભાઈ કરતા વસુદેવને ભેટી પડયા. આ પછી રોહિણનો વસુદેવ સાથે વિવાહ મહત્સવ થયો. જરાસંધ વિગેરે સૌ લગ્નના સાજન બન્યા. વસુદેવે રેહિણીને પૂછયું કે, તે મને શી રીતે ઓળખ્યો ? રોહિણીએ કહ્યું, “મે પ્રજ્ઞમિવિદ્યાની સાધના કરી હતી. તેથી તે વિદ્યાએ મને જણાવ્યું હતું કે પહહ વગાડનારને તે વરજે અને તે દશમો દશાર્ડ હશે. આ પછી વસુદેવ કાંચનદંષ્ટ્ર નામના વિદ્યાધરની બાલચંદ્રા નામની કન્યાને પરો. અને ત્યારબાદ સર્વ પત્નીઓ સહિત સૌયપુર નગરમાં આવ્યો. સમુદ્રવિજયે તેનો આદર સત્કાર કર્યો. અને ત્યારબાદ તે સુખપૂર્વક પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યું.
કૃષ્ણ વાસુદેવ અને બળભદ્ર રામને જન્મ તથા બાળક્રીડા.
હસ્તિનાપુર નગરમાં એક શેઠને લલિત નામે પુત્ર હતું. તે માતાને અત્યંત વહાલ હતો. આ પછી શેઠાણીને બીજા પુત્રને ગર્ભ રહ્યો. તેને પાડી નાખવા શેઠાણીએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે પહયો નહિ. પૂર્ણમાસે તેણે પુત્રને જન્મ આપ્યો. પણ પુત્રને જોતાં જ તેના ઉપર શેઠાણીને દ્વેષ થયો. અને તેણે તે છોકરાને ફેંકી દેવા એક દાસીને સેપ્યો. શેઠે દાસી પાસેથી છૂપી રીતે લઈ તે છોકરાને બીજે ઠેકાણે ઉછેર્યો. અને તેનું નામ ગંગદર પાડય. આ ગંગદત્તને લલિત માતા ન જાણે તેવી રીતે મળતો અને રમાડતો. .
એક વખત કોઈ સારા પર્વને દિવસ આવ્યા. લલિતે પિતાને કહ્યું કે ગંગદા આજે ઘેર જમે તો કેવું સારૂ પિતાએ કહ્યું “તારી માતા ન જુએ તે રીતે જમાડાય તે વાંધો નથી.” લલિતે તે કબુલ કર્યું. અને વચ્ચે પડદે રાખી ગંગદત્તને તેણે જમાડવા માંડયું. પણ અચાનક પડદે ઉઘડી ગયો. અને માતાએ ગગદત્તને જોયો. તરતજ તે ઉભી થઈ તેને તેના માથું પકડી, તાણી તેને ઘર બહાર ખાળમાં ફેંકયો. શેઠે તેણે હવરાવી બીજે ઠેકાણે મોકલ્યા. આ અરસામાં કોઈ મુનિરાજ શેઠને ત્યાં વહારવા પધાર્યા. શેઠે કહ્યું “હે ભગવન! શેઠાણીના આ અને પુત્રો છે. છતાં એક ઉપર તેને વહાલ અને બીજા ઉપર આટલો બધે દેષ કેમ છે ? સુનિએ કહ્યું “આ વહાલ અને દ્વેષમાં પૂર્વભવ કારણરૂપ છે. આ બને ભાઈ પૂર્વ ભવમાં પણ એક ગામડામાં ભાઈ હતા. લાકડાં લેવા તે બનને બહાર ગયા. લાકડાં ભરી પાછા વળતાં રસ્તામાં એક નાગણ પડી હતી. તેને જોઈ મોટા નાનાને કહ્યું ગાર્ડ સાચવીને હાકજે. નાગણ ન મરી જાય તે ધ્યાન રાખજે.મોટાએગાર સાચવીને હાંકય. નાગણને વિશ્વાસ છે કે નાને પણ સાચવીને હાંકો. તેથી તે ન ખસી પણ નાનાએ તે જાણીબુઝીને નાગણ ઉપર થઈને ગાડું હાંક્યું નાગણ બોલી ઉઠીકે “આ મારો પૂરે શત્રુ છે. પણ તે ત્યાં તરત મૃત્યુ પામી આ તમારી શેઠાણી થઈ. અને મોટેભાઈ તે લલિત થયો. જ્યારે નાને ગંગાદત્ત બન્યા. આથી શેઠાણીને તે બન્ને પુત્રો હોવા છતાં પૂર્વભવના કારણે લલિત ઉપર વહાલ છે અને ગદત્ત ઉપર દ્વેષ છે. આ સાંભળી શકે બન્ને પુત્ર સાથે દીક્ષા લીધી. અને ઉગ્રતા આચારવા માંડયું. પણ ગંગદને માતાની