________________
શ્રી વસુદેવ ચરિન્દ્ર ]
| ৩৬
હવે આરણદેવેલેકથી ૨ચવી પૂર્વભવના ભાઈ શુર અને સામ શંખકુમારના યશોધર અને ગુણધર નામે લઘુ બંધ થયા. સમય જતાં શ્રીણે શંખકુમારને રાજ્ય સેંવું. અને ગુણધર ગણધર પાસે દીક્ષા લીધી. સમય જતાં શ્રીષેણમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. અને ગ્રામાનુગ્રામ વિચરતા હસ્તિનાપુરના પરિસરમાં પધાર્યા. શંખકુમાર પરિવાર પૂર્વક વાંદવા આવ્યો. વાંદી તેણે ભગવાનને પૂછયું હે ભગવન! મને આ શોમતી ઉપર વધુ મમત્વ શાથી છે?” ભગવાને ધનદેવના ભવથી માંડી સાતે ભવનો સંબંધ કહી બતાવ્યો. અને કહ્યું “આગામી ભવમાં તમે નેમિનાથ નામના બાવીસમા તીર્થંકર થશો. અને આ ચશોમતી રાજિમતી થશે. શંખ વિરાગ્ય પામ્યો. પુત્રપુંડરિકને રાજ્ય સેપી બે ભાઈઓ, મંત્રી અને યશોમતી સાથે દીક્ષા લીધી. દીક્ષા બાદ વીશસ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને તે અણુસણુ કરી , શંખ મુનિ તથા યશોમતી અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયાં.
આ રીતે પ્રથમ ભાવમાં બંધાએલ રાગ ઉત્તરોત્તર વધુ સંપર્ક વાળો થશે અને પ્રગતિશીલ બનતાં સાથે સાથે અને જીને વિકાસ આગળ વધી અનુત્તરવિમાન સુધી પહોંચ્યો.
શ્રી વસુદેવ ચરિત્ર,
હરિવંશની ઉત્પત્તિ. કૌશાંબી નગરીમાં સુમુખ નામના રાજાએ વીર વણકરની સ્ત્રી વનમાલા હરણ ક. આથી વીર વણકર ગાંડો થયો. અને નગરમાં ભમવા લાગ્યો. એક વખત સુમુખ રાજા અને વનમાલા અગાસીમાં બેઠાં હતાં. તેવામાં તેમની ઉપર વીજળી પડી. આ બને મરી હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા થયાં. વીર વણકર તપ તપી કિલિબથીક દેવ થયો. તેને પિતાના પૂર્વભવ સાંભળે. આથી તેણે વૈર લેવા આ બે યુગલિયાને ચંપારીના અષત્રીયા ચંદ્રકીતિ રાજાનું રાજ સેંપાવ્યું અને તેમનુહરિ અને હરિણું એવું નામ રાખ્યું. જતે દીવસે તે હરિને વંશ હરિવંશ કહેવાયો.
આ હરિવંશમાં અનુક્રમે વસુ, બ્રહવજ વિગેરે ઘણા રાજેએ પછી મથુરામાં યદ 'મામે રાજી થયો. અને તેના વંશજો યદુવંશમ્યા નામે ઓળખાયા. આ યદુને શર Rામે પુત્ર હતો. અને તે “શરને શારિ અને સુવીર નામે બે પુત્ર થયા. શર રાજાએ દીક્ષા લીધી અને શોરિને રાજ્ય સેવ્યું. પણ શૌરિ મથુરા છોડી મુશાત્ત દેશમાં સાર્યપુર વસાવી રાજ કરવા લાગ્યો. 'શૌરિને અંધકવૃષ્ણુિ વિગેરે પુત્રો થયા. અને આ અંધકવૃષ્ણિને -સુભદ્રા દેવીથી સમુદ્રવિજય, અક્ષોભ્ય, તિમિત, સાગર, હિમાવાન, અચલ,