________________
[ લઘુ વિષાણ શલાકા પુરુષ
.
.
.
.
.
.
.
.
જિ .
સીતેદ્રને ઉપસર્ગ અને રામમુક્તિ.
આ પછી રામરાજર્ષિ માસ, બે માસ, ત્રણું માસ વિગેરેના ઉપવાસ કરી કટીશિલા ઉપર ધ્યાનારૂઢ બન્યા. આ વખતે ઈન્દ્ર બનેલ સીતાના જીવે વિચાર્યું કે “રામ ઘેડાજ વખતમાં મુક્તિએ જશે અને અમારે સદાકાળનો વિયોગ થશે લાવ! એક પ્રયત્ન કરે અને તેમને આકષી દેવલોકમાં લાવું” આ પછી દેવે સીતાનું રૂપ વિકુવ્યું અને પ્રાર્થના કરી કહેવા માડયુ “હે પ્રિય! હું તમારી પ્રિયા સીતા છું. આપણે સાથે રહીશું, સાથે રમીશું આપ દીક્ષા છેડે અને મારા પૂર્વ અપરાધ સામે નજર ન નાંખે. રામે સીતેના કરેલા બધા ઉપસર્ગો સહન કર્યા અને મહા સુદ બારસના દિવસે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. સીતેન્દ્ર ક્ષમા માગી અને ભક્તિ પૂર્વક કેવળજ્ઞાનને મહિમા કર્યો. રામરાજર્ષિએ દેશના - આપી. દેશના બાદ સીતેન્દ્ર રાવણુ અને લક્ષ્મણની ગતિ પુછી. ઋષિએ કહ્યું “શબુક, રાવણુ અને લક્ષ્મણ ચેથી નરકમાં છે. અહિંથી નીકળી રાવણે જિનદાસ અને લક્ષમણ સુદર્શન નામે વિજચાવતી નગરમાં થશે. ત્યાથી મરી સૌધર્મ દેવલોકમાં દેવ, વિજયાપુરીમાં શ્રાવક, હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક, વિજયાપુરીમાં જયકાન્ત અને જયપ્રભ નામે કુમાર અને ત્યારબાદ છઠ્ઠા દેવલોકમાં દેવ થશે આ વખતે તું ભરતક્ષેત્રમાં સર્વરત્નમતિ નામે ચક્રવર્તિ , થઈશ. અને રાવણુ અને લક્ષ્મણના જીવ દેવલોકથી ઍવી ઈન્દ્રાયુધ અને મેઘરથ નામે તારા પુત્ર થશે. રાવણને છ ઈન્દ્રાચુધ ત્રણુભવ કરી તીર્થકર બનશે અને તે દેવલોક જઈ , ચ્યવી તેને ગણધર થઈશ. અને પ્રાંતે તમે અને મોક્ષને પામશો. લક્ષ્મણને જીવ મેઘરથ : પછી અનેક ગતિ કરી રત્નચિત્રા નગરીમાં ચક્રવર્તિ થઈ તીર્થકર બની મેક્ષ મેળવશે.'
સીતે દ્ર પૂર્વના નેહને લઈ લમણ, રાવણ અને શંબુક હતા તે નરકમાં આવ્યા ત્યાં ત્રણેને તેમણે લડતા જોયા સીતેન્દ્ર લક્ષ્મણ, શંબુક અને રાવણને રામે કહેલ પૂર્વભવે કહી , સંભળાવ્યા અને સમતાથી દુખ સહન કરી વૈરવિરોધ સમાવવાનું જણાવ્યું. સીતેન્દ્ર લક્ષ્મણ - વિગેરેને નરકમાથી ઉપાડયા પણું વધુ દુખ થવાના કારણે સંસાર સ્થિતિ વિચારતાં તેમણે , તેઓને ત્યાં છેડી દીધા.
રામ બળભદ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભવ્ય જીને બોધ કરી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદ પામ્યા પર્વ સાતમું સંપૂર્ણ રામાયણ સંપૂર્ણ.
શ્રી નમિનાથ ચરિત્ર
પૂર્વભવ વર્ણન. પ્રથમ–દ્વિતીયભવ-સિદ્ધાર્થ રાજા અને અપરાજિત દેવલોકમાં દેવ.
જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં ભરત નામના વિજયમાં કેશાબી નામે નગરી હતી ત્યાં સિદ્ધાર્થ નામે રાજ રાજ્ય કરતો હતો કેટલાક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે