________________
૨૪
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
સુદર્શન ચકની પ્રાપ્તિ. *
ઇદ્રરાજાના પૂર્વદિાલ ફુલહાથપુરના નલકુબરે નગર ફરતે, આશાળી વિદ્યાની મદદથી એક અગ્નિમય કિલ્લો બાળે હતે. એ કિલ્લાને ઘેરાવે છે એજનને હતે. એ અગ્નિકિલાથી સુરક્ષાવાલા નગરને જીતવા માટે વિભીષણ અને કુંભકર્ણ ગયા પરંતુ તેમા તેમને સફળતા મળી નહિં એમની એ નિષ્ફળતાની વાત રાવણના કાને આવતાં રાવણ જાતે ત્યા આ. રાવણ અત્યત મનહર દેખાવનો હતો એથી નલકબરની રાણી ઉપર રાવણને જોતાં જ રાવણ પર મોહિત થઈ ગઈ. એણે એક પિતાની સખી મારફત રાવણને કહેવરાવ્યું કે જે રાવણ એની સાથે અગકીડા કરે તે એ રાવણને આશાળી વિદ્યા શીખવે.. જેથી રાવણ નલકુબર પર વિજય પ્રાપ્ત કરી શકે.
રાવણ પરસ્ત્રીને માતા બરાબર માનતે હોવાથી તેણે ઉપરંભાની આ દરખાસ્તને પ્રથમ સ્વીકારી નહિ પરંતુ વિભિષણે કહ્યું “હે વડિલ બધુ! આપ અત્યારે એની દરખાસ્તને સ્વીકારી લ્યો આશાળી વિદ્યાની પ્રાપ્તિ બાદ એને અંગીકાર આપ કરશો નહિ. વાણની કઈ યુક્તિ રચી આપ એને છેડી દેજે.” રાવણે વિભીષણની સલાહને સ્વીકાર કર્યો. ઉપર ભાએ રાવણને આશાળી વિદ્યા શીખવી જેથી રાવણે નલકુબર પથવિજય મેળ સાથે અજય શસ્ત્ર સુદર્શન ચકની પણ રાવણે પ્રાપ્તિ કરી , !
ઉપરંભાને એણે કહ્યું: “હે ઉપરંભા! તે મને વિદ્યા શીખવી તેથી તું ગુરુસ્થાને ગણાય. અને હું પરસ્ત્રીને હમેશા માતા યાં બહેન તરીકે જ ગણું છું તેથી હું તારે
શ્વીકાર કરી શકુ નહિ.” પછી ઉપર ભાને રાવણે નવલકુખરને પાછી મેંપી , રાવણ અને ઈદ્ર વચ્ચે યુદ્ધ
ત્યારબાદ રથનૂપુર નગરના રાજા સહસારના પુત્ર ઈદ્ર સાથે યુદ્ધ કરવાની રાવણને ફરજ પડી. પ્રથમ તે રાવણે એ યુદ્ધને ટાળવા ઈકને ઘણે ઘણો સમજાવ્યો પરંતુઈ રાવણની સલાહ કાન ધરી જ નહિ આથી અન્તિમ ઉપાય તરીકે રાવણે યુદ્ધની જાહેરાત કરી.
રાવણના લશ્કરની સામે ઈદ્ર પણ એક મહા પ્રચંડ સેના લઈને હાજર થા. રાવણને મનમાં થયું કે આ બનને લશ્કરે જે સામસામા લડશે તે ઘણી જ માનવખુવારી થશે એવી હિસા કરવી ઉચિત નથી એ વિચારથી એણે ઇદ્રને કહેવડાવ્યું કે આપણે બે જ જણ યુદ્ધ કરીએ. એ યુદ્ધમાં જે જીતે તે વિસ્થી થયો ગણાશે. નાહકનાં લશ્કર લડાવી હિંસા શા માટે કરવી? રાવણની આ દરખાસ્તને સ્વીકાર કર્યો
બને વચ્ચે યુદ્ધ જામ્યું અને રાવણે ઈન્દ્રને પરાભવ કરી એને કેદ કરી લીધા. કેદ કરીને એને લંકા નગરીની અંદર લાવવામાં આવ્યું, એટલામાં ઈન્દ્રના પિતા સહસ્ત્રારને – આ વાતની જાણ થતા તે લંકામાં રાવણની પાસે આવ્યા અને પોતાના પુત્ર ઈન્દ્રને મુક્ત કરવા રાવણને એણે આજીજી કરી સહસ્ત્રારની વિનંતિથી રાવણે ઈન્દ્રને મુક્ત કર્યો. ઈન્દ્ર