SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ઇદ્ર ભારે પરાક્રમી હોવાથી એણે પિતાની ભુજાશક્તિથી પિતાના રાજયની સીમા વધારવા માંડી અનેક રાજાઓને ખડિયા બનાવ્યા. લંકાની ગાદી પર બેઠેલા માળીથી આ સહન થઈ શકતું નહોતું. ઈદ્રના વધતા જતા આ રાજવિસ્તારથી મનમાં ને મનમાં એ ઈર્ષ પામવા લાગ્યો અને ઇદ્ર પર ચડાઈ કરવાને એણે મનમાં દઢ સંકલ્પ કર્યો. એક શુભ દિવસ જોઈને માળીએ અનેક રાક્ષસે વાનરો સહિત ઈદ્ર પર ચઢાઈ કરી. માળીની પ્રચંડ સેનાને યથાયોગ્ય સામને કરવા ઇદ્ર પણ પિતાની વિશાળ સેના સાથે યુદ્ધભૂમિ પર હાજર થો ઈદ્ર રાજાપક્ષે રહેલા વિદ્યાધરોએ માળીના પક્ષે રહેલા રાક્ષસે અને વાનરોની ભારે ખુવારી બોલાવી. ઐરાવત હાથીની મહર અંબાડી પર બેઠેલા કેન્દ્રની જેમ અજબ છટાથી બેઠેલા ઈંદ્ર અને મહાપરાક્રમી રાક્ષસોના સમૂહવડે વી ટળાયેલ રાક્ષસંપતિ માળી વચ્ચે જીવ સટોસટનું યુદ્ધ મંડાયું. બન્ને યુદ્ધવિદ્યામાં પ્રવીણ હતા, કાયરતા જેવું નામ બનેમાં નહતું અને યુદ્ધભૂમિના બને લાડકવાયા- પિતા પુત્ર જેવા હતા એથી યુદ્ધભૂમિને કાયરતાથી લાછન લગાડી એ ભાગી છૂટે એવી કોઈ સંભાવના નહોતી બન્નેએ પોતપોતાની લડવાની કળા બતાવવા માંડી. બન્નેમાંથી કેણ જીતશે એ કહી શકાય એમ નહતુ. પરતુ વિધિનિર્માણ તે ચેકસ જ હતું. એટલે વિદ્યાધરના રાજા ઈદ્ધિ માળીના મસ્તક પર તલવારને એક જોરથી ફટકો માર્યો. માળીનું મસ્તક ધરણું પર ઢળી પડયું અને માળીની આખી સેના ચદ્ર વિનાની રાત્રિ જેવી અનાથ બની ગઈ માળીની આખી સેના માળીનાં જતાં પાતાલ લંકામાં આશરો લેવા દોડી ગઈ. ઈદ્રને કઈ લકામાં રાજ્ય કરવું નહોતું એટલે એણે વિશ્રવાના પુત્ર વૈશ્રમણને લકાનું રાજ્ય સેપી તે પોતાની રાજધાનીએ પાછો ફર્યો. પાતાળલકામાં ભાળીના ભાઈ સુમાળીને રત્નવા નામને એક પુત્ર હતા એ ભારે હઠ નિશ્ચયી અને તપસાધનામાં પ્રવીણ હતે એક દિવસ એ એક મનહર ઉદ્યાન વિશે તપ કરતો હતો, એ દરમ્યાન એક સુંદર યુવતી તેની સમક્ષ આવીને કહેવા લાગી. “હે રત્નથવા! સાંભળ, હું કૌતુકમંગળ નામના નગરના રાજા મબિંદુ વિદ્યાધર રાજાની રાજકુવરી છું મારી બેટી બેન કૌશિકાને પુત્ર શ્રમણ હાલ લકાની ગાદી પર છે. મારું નામ કેકસી છે. મારા પિતાએ મને અહિં મોકલી છે. રત્નથવા લૈક્સ પ્રત્યે અનુરાગી બન્યું. એણે એ વાત વડિલોને કહી જણાવી વડિલેએ શિવાને કૈકસી સાથે પરણવાની સંમતિ આપી એટલે રત્નશ્રવાકેકસી સાથે પરણ્ય. શેઠે સમય પસાર થયો એટલે ઠેકસીએ એક દિવ્ય કાતિવાળા પુત્રને જન્મ આપ્યો, એ બાળક નાનો હતો છતાં એણે પાસે પડેલા એક માણેકના હારને પોતાના કંઠમાં ધારણ કર્યો. બાળકની માતા કૈકસી આ જોઈ ઘણું જ આશ્ચર્ય પામી રત્નશ્રવા જયારે કેકસી પાસે આવ્યે ત્યારે કૈકસીએ હારની વાત કહી સંભળાવી. *હે વહાલા પતિ! આ હાર કેઈ સામાન્ય માનવી ધારણ કરી શકવા સમર્થ નથી કારણ કે આ દેવી-હાર રીસેસ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy