________________
થી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર |
ગ્રહણ કર્યું. છ મિત્ર રાજાઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને કુંભ રાજાએ પણ સમકિત ગ્રહણ કર્યું. મલ્લિનાથ પ્રભુને ભિષક વગેરે અઠયાવીશ ગણધરે થયા. ભગવાનની દેશના બાદ બીજી પિરિસીમાં પાપીઠ ઉપર બેસી ભિષક ગણધરે દેશના આપી. અને ત્યારપછી સૌ ભગવાનને નમી સ્વસ્થાને ગયા. બીજે દિવસે તેજ વનમાં રહેલ વિશ્વસેન રાજાને હાથે ભગવાને પરમાત્રથી પારણું કર્યું. | મહીનાથ ભગવાનના શાસનમાં કુબેર નામે યક્ષ શાસનદેવ અને વૈરેટયા નામે ચણિનું શાસન દેવી થઈ. કુબેર યક્ષ ઈજાયુધ સરખા વર્ણવાળે, ચાર મુખવાળે, હાથીના વાહનવાળો, ચાર દક્ષિણ ભૂજામાં વરદ, પરશુ, ત્રિશૂળ અને અભયને ધારણ કરનાર તથા ચાર વામ ભુજાઓમાં બીરૂ, શક્તિ, મુગર અને અક્ષસૂત્રને ધારનારે થયે. વૈશ્યા નામે શાસનદેવી શ્યામવર્ણવાળી, કમળના આસન ઉપર બેસનારી, બે દક્ષિણભુજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વાગભુજામાં બીરું અને શક્તિ ધારણ કરનારી થઈ.
મલ્લીનાથ ભગવાનને ચાલીસ હજાર સાધુ, પંચાવન હજાર સાધ્વી, છસે અને અડસઠ ચૌદ પૂર્વધારી, બે હજાર બસો અવધિજ્ઞાની, સત્તરસે પચાસ મને પર્યવજ્ઞાની, બે હજારને બસે કેવળજ્ઞાની, બે હજારને નવસે વૈક્રિય લબ્ધિવાળા, એક હજારને ચારસો વાદ લબ્ધિવાળા, એક લાખને ત્યાસી–હજાર શ્રાવક, ત્રણ લાખને સીત્તેર હજાર શ્રાવિકા આટલો પરિવાર થશે.
મલ્લીનાથ પ્રભુ દીક્ષા લીધા બાદ ઘણે કાળ પૃથ્વી ઉપર વિચરી પિતાને નિવણુ કાળ સમીપ જાણું સમેતશિખર પધાર્યા. ત્યાં પાંચસો સાધુ અને પાંચસે સાધ્વીઓ સાથે અણુશણુ વ્રત સ્વીકારી એક માસને અંતે ફાગણ સુદ ૧૨ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રને યોગ હતું ત્યારે પ્રભુ મલ્લીનાથજી નિર્વાણ પામ્યા.
ભગવાન મલ્લીનાથે કૌમારાવસ્થામાં અને વ્રત પર્યાયમાં મળીને કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. અરનાથ સ્વામિના મુક્તિ પામ્યા બાદ કેટી હજાર વર્ષ ગયા બાદ મલ્લીનાથ તીર્થકર મોક્ષે ગયા.
સર્વે ઈન્દોએ ભગવંતના તથા અન્ય મુનિઓના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો અને પ્રભુના દાઢા આદિ અવયવ યથાયોગ્ય વહેંચી લઈને નંદીશ્વર દ્વીપે જઈ નિર્વાણુપર્વોત્સવ ઉજવી ઈન્દ્રો સ્વરસ્થાને ગયા.
શ્રી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર
પૂર્વભવ વર્ણન. પ્રથમ દ્વિતીય ભવ-શુરષ્ટ રાજા અને પ્રાણુતદેવલોમાં દેવ. આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં ભારતનામના વિજ્યને વિષે ચંપા નામે નગરી