________________
૧૫૮
_f લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સહિત આવી કુંજરાજાની નગરને ઘેરો ઘાલ્યો. કુંભરાજા છએ રાજાઓને મુકાબલો કરવાના પ્રસંગથી સચિત હતા. તેવામાં મલ્લીકુમારી પિતા પાસે આવી અને કહેવા લાગી કે “આપ ચિતા ન કરે અને એ રાજાઓને “જુદા જુદા માણસ મોકલીને “હું મલ્લકુમારી તમને આપીશ” એમ કહેવરાવી મારી સુવર્ણ પ્રતિમા છે તે મહેલના જુદા જુદા ખંડમાં બેલા. ચતુર અને જ્ઞાની પુત્રીના વચનમાં રાજાને અવિશ્વાસનું કારણ ન હોવાથી કબુલ રાખ્યું. છએ રાજાઓ ઉદ્યાનવાળા મહેલમાં આવ્યા. દરવાજે ઉઘડતાં છએ જણાએ મલ્લીકુમારીની અભૂષણ યુક્ત સુવર્ણ પ્રતિમા દેખી સૌ સૌના મનમાં અતિ આનદ પામવા લાગ્યા. આજ સમયે પાછળથી નાના દરવાજે મલ્લકુમારીએ ગુપ્ત રીતે દાખલ થઈ. ઉપરનું ઢાંકણું ઉઘાડી નાંખ્યું ઢાંકણું ઉઘાડતી ચારે તરફ એકદમ બદ ફેલાઈ. રાજાઓએ મેં લુગડું ધર્યું. અને મશાનથી ઝટપટ નાસે તેમ તેઓએ નાસવા માંડ્યું. તર્ત મલ્લીકુમારી પ્રગટ થયાં. અને તેમને કહેવા લાગ્યાં રાજવીઓ ઉભા રહે! આ રહી હું મલી. જેવી આ પ્રતિમા બહારથી સુંદર છે પણ અંદર અદબ છે તેમ મારે દેહ ભલે સુંદર હોય પણ તે સમગ્ર લેહી પરૂથી ભરેલો છે. આ પ્રતિમામાં તે રોજ મારાથી એકજ ગ્રાસ નાખવામાં આવ્યા છે છતાં આ આટલી દુર્ગધ મારે છે તે મારામાં કેટલાએ ચાસ પડેલા છે. રાજવીઓ! યાદ કરો ! આજથી ત્રીજે ભવે આપણે સાતે જણે પૂર્વ ભવ દીક્ષા અંગીકાર કરી હતી. દેવલોકમાં સાથે રહ્યાં હતાં. બહારના સુંદર શરીરથી શું લલચાઓ છે ?- અંદર ને તપાસે! ” મલ્લીકુમારીના વચને તેમને મૂછ આવી. પૃથ્વી ઉપર ઢળી પડયા અને થોડીવારે જાતિસ્મરણ જ્ઞાનપૂર્વક જાગૃત થઈ કહેવા લાગ્યા. “ભદ્ર! તમે અમારાં ઉપકારી છે. પૂર્વે ત્રીજે ભવે પણ દીક્ષા પમાડી અમને તાર્યાં અને અત્યારે પણ અમને સાચે રાહે લાવ્યા. આપની શી આજ્ઞા છે? અમે તમારા સેવક છીએ” “મલ્લીકુમારીએ કહ્યું “ હાલતે મારે કાંઈ કહેવું નથી પણ અવસર આવે દીક્ષા ગ્રહણ કરજે.” રાજાઓએ કુંભ રાજાની ક્ષમા માગી. અને મલીકુ મારીને પગે પ્લાગી સ્વસ્થાને ગયા.
તુર્ત લોકાન્તિક દેએ આવી “ નાથ! તીર્થ પ્રવર્તાવે.”ની વિનતિ કરી. જાલકદેવતાઓએ વસુ વૃષ્ટિ કરી. અને ભગવાને વાર્ષિક દાન દેવું આરંડ્યું. પચીસ ધનુષ્યની કાયાવાળાં મહિલકુમારી સો વર્ષની ઉંમરે જયંતિશિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્ત્રાસ્ત્ર વનમાં પધાર્યા. એક હજાર યુરૂ તથા ત્રણ હજાર સ્ત્રીઓ સાથે માગશર શુદ ૧૧ના દીવસે અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ પૂર્વ દીક્ષા ગ્રહણ કરી. આજ વખતે મલ્લિનાથ ત્રણે રાન સાથે મન ૫ર્યવાન પામી ચાર જ્ઞાની થયાં. કેવળજ્ઞાન પણ વધુ વિલંબને સહન ન કરવાથી તેજ દિવસે પૈડા સમયમાં આવી મળ્યું. આથી પંચજ્ઞાનને ધારણ કરનારાં થયાં. દેવામાં સમવસરણ રચ્યું. અને તેની વચ્ચે ત્રાસ ધનુષ્ય 'ઉંચું ચૈત્યવૃક્ષ રચ્યું. ભગવાન પર્વ દ્વારે પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી “તિર્થ == કહી સિંહાસન ઉપર આરૂઢ થયા. કુંભ રાજા અને છમિત્ર રાજાઓ ઈન્દ્રની પાછળ આવી બેઠા. દવેએ અને રાજાઓએ તુતિ કર્યા બાદ ભગવાને દેશના આરંભી. આ દેશનાથી કેઈએ ચારિત્રાતે કેાઈએ સસક્તિ