________________
૧૫૦
[ લઇ ત્રિષ્ટિ શલાકા પુરુષ, મુનિ પાસે દીક્ષા લીધી. તેણે ઘણું તપ કર્યા છતાં “સુકેતુનો વધ કરનાર થાઉ એવું નિયાણું બાંધ્યું. અને એ નિયાણાની આલોચના કર્યા વગર અણુસણ કરી મૃત્યુ પામી મહેન્દ્ર કલ્પમાં પ્રિય મિત્ર મહદ્ધિક દેવ થયે.
છઠ્ઠા બલદેવ, વાસુદેવ પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને મૃત્યુ.
સુકેતુ કેટલાક ભવભ્રમણ કરી બલિ નામે પ્રતિવાસુદેવ થયા. તે પચાસ હજાર વર્ષને આયુષ્યવાળે, કૃષ્ણવર્ણવાળે અને છવીસ ધનુષ્યની કાયાવાળા હતે.
આ અરસામાં આ જંબુદ્વીપના દક્ષિણભરતામાં ચકપુર નામે નગર હતું. તેમાં મહાશીલ નામે રાજા રાજ્ય કરતો હતો. આરાજાને વૈજયન્તી અને લક્ષ્મીવતી નામની બે રાણુઓ હતી. સુદર્શનને જીવ સહસાર દેવલોકમાંથી રચવી વિજયન્તી દેવીની કુક્ષિને વિષે અવતર્યો. માતાએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર સ્વમ દેખ્યાં. પૂર્ણમાસે તેણીએ પુત્રને જન્મ આપ્યો. અને મહાશીલ રાજાએ તેન આનંદ એવું નામ પાડયું.. પ્રિય મિત્રને જીવ ચોથા દેવકથી ચ્યવી લહમીવતીની કુક્ષિમાં અવતર્યો. લક્ષ્મીવતીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વરો દેખ્યાં. અને પૂર્ણ સમયે પુત્રને જન્મ આપ્યો અને રાજાએ તેનું પુરૂષપુંડરિક એવું નામ પાડયું. અને કુમારની ઓગણત્રીશ ધનુષની ઉંચાઈ થઈ અને બનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો. - રાજેન્દ્રપુર નગરના ઉપેન્દ્રસેન નામના રાજાએ પિતાની પદ્માવતી નામની કન્યા
હરિકવાસુદેવને આપી, પણ આ વાત પ્રતિવાસુદેવ બલિને ન ગમી તેથી તે તેનું હરણ કરી આવ્યો. આનંદ અને પુંડરિક અન્યાયી બલિની સામે થયા. દેએ તેમને સારંગ ધનુષ્ય અને હળ વિગેરે શ આપ્યાં. બળિ અને પુંડરિક વચ્ચે મહાન યુદ્ધ મંડાણું પુંડરિકે પાંચજન્ય શંખ ફૂંકે. એટલે બળિનું સૈન્ય ગભરાયું, આથી બલિ પિતે લડવા આવ્યો. બલિ અને પુંડરિક પરસ્પર લડતાં બલિનાં સર્વ શસ્ત્રઅસ્ત્ર ખુટ્યા એટલે પુડરિક ઉપર બલિએ ચક ફેંકયું, પણ તેણે ઘડીભર સૂરછ સિવાય કાંઇ વધુ ન કર્યું. પુડરિક બેઠે થયો અને તેજ ચક બલિ ઉપર મુકયુ. ચકે બલિનું મસ્તક ઉડાડી દીધું. દેએ પુષ્પવૃષ્ટિ કરી. પુંડરિકન જય થયો અને બલિનુ સર્વસન્ય પુંડરિકના શરણે આવ્યું.
પુડરિકે ત્રણ ખંડ સાધ્યા. કટિ શિલા ઉપાડી અને વાસુદેવ થયે અને જ્યારે તે નગરમાં પાછો ફર્યો ત્યારે સર્વે રાજાઓએ તેનો અદ્ધચકીપણાનો અભિષેક કર્યો. પુંડરિક વસુદૈવ પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પાળી છઠ્ઠી નરકમાં ગયો. તેણે અઢી વર્ષ કુમારવયમાં, અઢી વર્ષ માંડલિકપણુમાં, સાઠવર્ષ દિગવિજયમાં અને ચેસઠ હજાર ચારસોને ચાલીશ વર્ષ રાજ્યમાં એ રીતે પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. આનંદ બલભદ્ર વાસુદેવના મૃત્યુ પછી કેટલેક કાળ નિર્ગમન કર્યો, પણ તેને કેદ કેકાણે ચેન ન પંડયું. આથી તે સુમિત્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી સિદ્ધિગતિને પામ્યા', છઠ્ઠા આનંદ બલદેવ, પરષપુંડરિક વાસદેવ પ્રતિવાસુદેવ બલચરિત્ર સંપૂર્ણ