________________
-
-
-
શ્રી અરના ચરિત્ર]
૧૪૭ પુનાથ સ્વામિને સાઠ હજાર સાધુ, સાઠ હજાર અને છ સાધ્વી, છસોસીત્તેર ચૌદ પૂર્વ ધારી, અહી હજાર અવધિજ્ઞાની, ત્રણ હજાર ત્રણસો અને ચાલીશ મન:પર્યવજ્ઞાની, નવ હજાર અને બસો કેવળજ્ઞાની, પાંચ હજાર અને એકસો વેકિય લબ્ધિવાળા, બે હજાર વાદ લબ્ધિવાળા, એક લાખ ઓગણએંશી હજાર શ્રાવક, ત્રણ લાખ અને એકાશી હજાર શ્રાવિકા માટે પરિવાર ઘ.
કુનાથ પ્રભુ કેવળજ્ઞાન થયા બાદ તેવીસ હજાર સાતસેને ત્રીસ વર્ષ ગયા પછી પોતાનો મેલ કાળ સમીપ જાણી સમેતશિખર પધાર્યા. અને એક હજાર મુનિઓ સાથે આકરા વ્રતનો સ્વીકાર કર્યો માસને અંતે વૈશાખ વદ એકમના દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતા ત્યારે હજાર મુનિએ સાથે મુક્તિ પામ્યા
કંશુનાથ પ્રભુએ કૌમારપણામાં, રાજવીપણામાં, ચકવતિપણામાં અને વ્રતમાં સરખા ભાગે આયુષ્ય ભોગવી કુલ પંચાણું હજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શાંતિનાથ સ્વામિના નિર્વાણ પામ્યા બાદ અર્થે પપમ કાળ વીત્યા બાદ ભગવાન મોક્ષ પામ્યા.
સર્વે ઇન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિઓના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. ત્યારબાદ ભગવંતના દાવા આદિ અવયને યથાયોગ્ય વહેંચી લઈને જે નંદીશ્વર દ્વીપ જઈ નિર્વાત્સવ ઉજવી સ્વસ્થાને ગયા.
[[શ્રી કુંથુનાથ ચરિત્ર સંપૂર્ણ ]
સાતમા ચકેવતિ અને અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાન ચરિત્ર
(૧)
પૂર્વભવ વર્ણન પ્રથમ-દ્વિતીય ભવ-ધનપતિ રાજા અને નવમા દેવલેક્યાં દેવ.
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં વસ્ત્ર નામે વિજ્યને વિષે સુસીમા નામે નગરી હતી. ત્યાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે કેટલીક વખત રાજ્ય પાળ્યા બાદ સંવર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ વિવિધ અભિગ્રહને ધારણ કરતા તે રાજર્ષિ ઉત્કટ તપશ્ચર્યા કરવા લાગ્યા. એક વખત તેમણે ચતુર્માસના ઉપવાસ ર્યા. પારણાના દિવસે જિનદાસ નામે શ્રેષ્ઠિ પુત્રે તેમને પ્રતિલાવ્યા. અનુક્રમે વીશ સ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને મૃત્યુ પામી નવમા દેવલોકમાં મહર્ષિક દેવપણે ઉત્પન્ન થયા.