________________
શી ધર્મનાથ ચરિત્ર |
૧૧૯
શ્રી ધર્મનાથ ચરિત્ર
પર્વભવ વર્ણન પ્રથમ દ્વિતીય ભવ-દરથ રાજા અને વૈજયંત વિમાનમાં દેવ.
પાતકીખંડના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયને વિષે દરથ નામે રાજા રાજ્ય કરતે હતે. ઘેડો વખત રાજ્ય પાળી વિમલવાહન ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી, વીશ સ્થાનક તપ આરાધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને અંતે સમાધિ પૂર્વક મૃત્યુ પામી જયંત વિમાનમાં મહર્તિક દેવપણે ઉત્પન્ન થયા.
તૃતીય ભવ–શ્રી ધર્મનાથ ભગવાન આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રતનપુર નગરમાં ભાનુ નામે રાજા રાજય કરતે હતે. તેને સુત્રના નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે દઢરથ રાજાનો જીવ વૈજયંત વિમાનમાંથી એવી વશાખ શુદિ સાતમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને ચેગ હતો ત્યારે ઉત્પન ઘ. રાણીએ ચૌદ સ્વમ દેખ્યાં. દેવોએ ચ્યવન કરયાણક મહોત્સવ કર્યો. અનુક્રમે પૂર્ણ સમયે મહાકુદ ત્રીજના દિવસે પુષ્ય નક્ષત્રમાં વજૂના લાંછનવાળા, સુવર્ણવણ પુત્રને જન્મ આપે. દેએ અને પિતાએ જન્મ મહોત્સવ કર્યો. ભાનુ રાજાએ સારા સહતે પુત્રન “ધર્મનાથ” એવું નામ પાડયું. કારણકે જયારે તે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ધર્મ કરવાને દેહલો ઉત્પન્ન થયો હતે. ચૌવનવય પામતાં પ્રભુ પીસ્તાલીશ ધનુષની કાયાવાળા થયા.પિતાએ તેમનાં રાજ્ય કન્યાઓ સાથે લગ્ન કર્યા. જયારે ભગવાન અઢી લાખ વર્ષના થયા ત્યારે પિતાએ રાજ્યભાર સોંપ્યા. તે રાજ્યભાર પોતાની પાંચ લાખ વર્ષની ઉમર સુધી સંભાળે. તેવામાં લોકાન્તિકએ તીર્થ પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. ભગવાન વાર્ષિક દાન આપી નાગદત્તા નામની શિબિકામાં આરૂઢ થઈ વાંચન ઉદ્યાનમાં પધાર્યા. અને મહા સુદ ૧૩ના દિવસે પુષ્ય નક્ષત્રમાં હજાર રાજાઓની સાથે છઠ તપ પૂર્વક દીક્ષા લીધી. બીજે દિવસે તેમનસપુરમાં ધર્મસિંહ રાજાને ત્યાં પારણુ કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયા. રાજાએ ભગવાનના પગલાંની ભૂમિ પર રત્નની પીઠ કરાવી. ભગવાન ત્યાંથી વિહાર કરી અખલિતપણે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
પાંચમા વાસુદેવ પુરૂષસિહ, બલદવે સુદર્શન, અને
પ્રતિવાસુદેવ નિશુંભ ચરિત્ર. બલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ. જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં અશકા નગરીમાં પુરૂષવૃષભ નામે રાજા હતે.